ક્રાઇમ@રાજકોટ: જેતપુરમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, નરાધમ CCTVમાં કેદ

અટલ સમાચાર,રાજકોટ ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉન જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજકોટના જેતપુરના નવાગઢ વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જો કે દુષ્કર્મ આચરનાર શખ્સ CCTV કેમેરામાં કેદ થયેલો જોવા મળ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો જેતપુરના નવાગઢ વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના
 
ક્રાઇમ@રાજકોટ: જેતપુરમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, નરાધમ CCTVમાં કેદ

અટલ સમાચાર,રાજકોટ

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉન જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજકોટના જેતપુરના નવાગઢ વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જો કે દુષ્કર્મ આચરનાર શખ્સ CCTV કેમેરામાં કેદ થયેલો જોવા મળ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જેતપુરના નવાગઢ વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં રોડના ફૂટપાથ પર સુઈ રહેલા પરિવારની બાળકીને રાત્રે ઉઠાવીને દુષ્કર્મ આચર્યુ હતું. 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ CCTV કેમેરામાં કેદ થયો છે. બાળકી સાથે દુષ્કર્મ આચરીને શખ્સ ફરાર થઇ ગયો છે.

હાલમાં બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મામલે જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. પોલીસે CCTVના આધારે આરોપીની શોધખોળ હાથધરી છે.