ક્રાઇમ@રાજકોટ: લંપટ આચાર્ય ધવલ ત્રિવેદીની હિમાચલ પ્રદેશથી ધરપકડ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે રાજકોટના લંપટ આચાર્ય ધવલ ત્રિવેદીની હિમાચલ પ્રદેશથી ધરપકડ કરી તેને ગાંધીનગરમાં લાવવામાં આવ્યો છે. લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી પોલીસથી બચવા ગુરુદ્વાર અને રેલવેના વેઇટિંગ રૂમમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. વારંવાર શહેર અને રાજ્ય બદલતા રહેતા ચોટીલાની યુવતી કંટાળી જતા ઝઘડો થતા લંપટ શિક્ષકે યુવતીને બિહાર છોડી દીધી હતી.
 
ક્રાઇમ@રાજકોટ: લંપટ આચાર્ય ધવલ ત્રિવેદીની હિમાચલ પ્રદેશથી ધરપકડ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે રાજકોટના લંપટ આચાર્ય ધવલ ત્રિવેદીની હિમાચલ પ્રદેશથી ધરપકડ કરી તેને ગાંધીનગરમાં લાવવામાં આવ્યો છે. લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી પોલીસથી બચવા ગુરુદ્વાર અને રેલવેના વેઇટિંગ રૂમમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. વારંવાર શહેર અને રાજ્ય બદલતા રહેતા ચોટીલાની યુવતી કંટાળી જતા ઝઘડો થતા લંપટ શિક્ષકે યુવતીને બિહાર છોડી દીધી હતી. ત્યારે CBI દ્વારા હવે લંપટ શિક્ષકની વધુ પૂછપરછ કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગર સીબીઆઈની ટીમ ગઈકાલે દિલ્હી પહોંચી હતી. આવતીકાલે બુધવારે આ લંપટ શિક્ષકને અમદાવાદની મીરઝાપુર સ્થિત સીબીઆઈ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે. આ લંપટ શિક્ષક ચોટીલાની યુવતીને ભગાડીને અલગ અલગ રાજ્યોમાં લઈ ગયો હતો. આ તમામ રાજ્યોમાં ફરીને ગુજરાત પોલીસ પુરાવા એકઠા કરશે. આ અગાઉ પડધરીની સ્કૂલમાંથી બે છાત્રાઓને ભગાડી જનારા કેસમાં ધવલ ત્રિવેદીને આજીવન કારાવાસની સજા પડી હતી. આ સજા ભોગવતો હતો, આ દરમિયાન તે 15 દિવસના પેરોલ પર છૂટ્યો હતો. પેરોલ પર છૂટીને તે ચોટીલા પહોંચ્યો હતો. જ્યાં તેની પાસે અભ્યાસ માટે આવતી વેપારીની પુત્રીને ભગાડી ગયો હતો. ત્યારબાદ તેને પણ માતા બનાવી હતી. આ યુવતી માંડ માંડ તેની ચુંગલમાંથી બહાર છૂટી હતી. ત્યારથી આ ઢોંગી શિક્ષક નાસતોભાગતો હતો.

હાલ ધવલ ત્રિવેદીનો પરિવાર વડોદરામાં વસવાટ કરે છે. ધવલના પિતા સાયકોલોજીના પ્રોફેસર હતા. તો તેનો ભાઈ પણ પ્રોફેસર હતો. ખુદ ધવલ પણ ભણવામા હોશિયાર હતો. શિક્ષક તરીકેની તેની કારકર્દીમાં તેણે અનેક યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી હતી. તેની સ્ટાઈલ એવી હતી કે, તે યુવતીઓને પોતાના પ્રેમમાં ફસાવી લેતો હતો. તે ભોગ બનનાર તમામ યુવતીઓ અને મહિલાઓને પોતાના સો કોલ્ડ વિક્ટીમ ગણાવતો હતો. ગુજરાતનુ કોઈ શહેર એવુ નહિ હોય જ્યાં ધવલે યુવતીને ફસાવી નહિ હોય.

અમદાવાદમાં અભ્યાસકાળ દરમિયાન તેને એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. આ યુવતીના માતાપિતા રાજી ન થતા તેને યુવતીને છોડવી પડી હતી. જેથી ધવલે ચૂપચાપ તેની સાથે લગ્ન કરી લીધા હતા. આ બાદ તેણે આ યુવતી સાથે છૂટાછેડા પણ લઈ લીધા હતા. ત્યાર બાદ તેણે મુંબઈમાં કોસ્મેટિકનો બિઝનેસ શરૂ કર્યો હતો. જ્યાં વૈશાલી નામની યુવતીને તેને ફસાવી હતી. તેની સાથે પણ તેણે લગ્ન કર્યા હતા. પરંતુ વૈશાલી સાથે પણ ઝઘડા થતા તે ધવલથી અલગ થઈ હતી. ત્યાર બાદથી ધવલે યુવતીઓને ફસાવવાનુ શરૂ કર્યુ હતું. તે જે વિદ્યાર્થીનીઓને ભણાવતો તેઓને પોતાના પ્રેમજાળમાં ફસાવતો હતો. કિરણ નામની પંજાબી યુવતી સાથે લગ્ન કરવા તેણે પોતે પંજાબી હોવાનું નાટક પણ કર્યું હતું.