ગુનો@રાજકોટ: રેલવે પોલીસ હેડ કોન્સ્ટેબલ 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

 
કાર્યવાહી

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલને અહીં રેલવે સ્ટેશનમાં જ તત્કાલ કાઉન્ટર પાસે રૂપિયા દસ હજારની લાંચ લેતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધો હતો. મોબાઈલ ચોરીમાં ઝડપાયેલા આરોપીને હેરાન ન કરવા માટે આરોપીના ભાઇ પાસે લાંચની આ રકમ માંગી હતી. દરમિયાન જામનગર એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હેડ કોન્સ્ટેબલને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો.

રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર વેલાભાઈ ડાયાભાઈ મુંધવાને આજરોજ જામનગર એસીબીની ટીમે અહીં રેલવે સ્ટેશનમાં તત્કાલ રેલવે ટિકિટ કાઉન્ટર પાસે 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. મળતી વિગતો મુજબ, ફરિયાદીના ભાઈને ત્રણેક માસ પૂર્વે અગાઉ રેલવે પોલીસે મોબાઈલ ચોરીમાં એક શખસને પકડી પાડો હતો તે સમયે હેડ કોન્સ્ટેબલે આ આરોપીના ભાઇનો સંપર્ક કરી તેને આરોપી એવા તેના ભાઇને હેરાનગતિ નહીં કરવા માટે ચાર્જશીટ સાથે રજૂ કરતી વખતે પિયા ૧૦,૦૦૦ વહીવટ પેટે આપવા માટે કહ્યું હતું.

ફરિયાદી લાંચની આ રકમ આપવા માંગતા ન હોય જેથી તેમણે એસીબીનો સંપર્ક કર્યેા હતો બાદમાં એસીબી રાજકોટ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ પીઆઇ આર.એન.વિરાણીની રાહબરી હેઠળ જામનગર એસીબીની ટીમે અહીં રાજકોટ રેલવે સ્ટેશન પર ટ્રેપ ગોઠવી હતી અને હેડ કોન્સ્ટેબલ વેલા મુંધવા લાંચની આ રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપ્યો હતો.