ક્રાઇમ@રાજકોટ: સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના, માતાએ બે સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી
![ક્રાઇમ](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/d71ab108edd621072ef8ee12bf9db9c2.jpg)
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ જિલ્લામાંથી સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. જામકંડોરણાના સનાળા ગામમાં શ્રમિક પરિવારમાં ત્રણે સામૂહિક આપઘાત કર્યો હતો. દાહોદમાંથી ખેત મજૂરી માટે આવેલા પરિવારમાં માતાએ તેના બે સંતાનોને દવા પીવડાવીને જીવન ટુંકાવ્યું હતું. માહિતી પ્રમાણે દાહોદથી જામકંડોરણાના સનાળા ગામે ખેત મજૂરી કરવા આવેલા પરિવારમાં માતાએ બંને સંતાનોને ઝેરી દવા પીડાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં 36 વર્ષીય સેના બેન, 5 વર્ષીય પુત્ર આયુષ અને 6 વર્ષીય પુત્રી કાજલનું મૃત્યુ નિપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી છે અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પતિ-પત્ની વચ્ચે કામ કરવાની બાબતે આ માથાકૂટ થઈ હતી જેના કરણે પત્નીને લાગી આવતા તેણે બે સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી હતી. જ્યારે પરિવારના અન્ય સભ્યો મજૂરી કામ કરી પરત આવતા રૂમનો દરવાજો ખુલ્યો નહોતો. જ્યારે દરવાજો તોડીને જોયું તો રૂમમાં ત્રણેયના મૃતદેહ પડ્યો હતો. હાલ પોલીસે પતિની અટકાયત કરીને પૂછપરછ કરી રહી છે.