ગુનો@સાબરકાંઠા: 3 અરજીના નિકાલ માટે પોલીસકર્મીઓએ માંગી 10 લાખની લાંચ, એસીબી આવતા જ ફરાર

 
Lanch

હાલમાં બન્ને આરોપી પોલીસકર્મી ફરાર થઇ ગયા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સાબરકાંઠા જિલ્લામાં બે પોલીસ કર્મચારીઓએ 10 લાખની લાંચ માંગી હોવાની વાત સામે આવી છે. જિલ્લાના જાદર પોલીસ સ્ટેશનમાં બે પોલીસકર્મીઓ પર લાંચ માંગવાનો આરોપ લાગ્યો છે. હાલમાં આ બન્ને પોલીસકર્મી ફરાર છે. એસીબીએ આ બન્ને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.

જિલ્લાના જાદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, જાદર પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારી પર લાંચ રૂશ્વત લેવાનો આરોપ લાગ્યો છે. બન્ને પોલીસ કર્માચારીઓ પિયુષ પટેલ અને રમેશ રાઠોડએ ત્રણ અરજીના નિકાલ માટે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ ઘટનાને લઇને હવે એસીબી દ્વારા તપાસ શરૂ કરાઇ હતી.  હાલમાં બન્ને આરોપી પોલીસકર્મી ફરાર થઇ ગયા છે. એસીબીએ બન્ને પોલીસકર્મીઓની શોધખોળ શરૂ કરી છે. ખાસ વાત છે કે આ સમગ્ર મામલામાં મોટા અધિકારીઓની પણ સંડોવણી હોવાની આશંકા સેવાઇ રહી છે.