ક્રાઈમ@સગીરાઃ પ્રેમીને ખુશ કરવા પ્રેમીકાએ ઘરમાંથી જ 1.73 લાખ ચોર્યા

અટલ સમાચાર, ડેસ્ક
પ્રેમ આંધળો હોય છે તેવી કહેવતને સમર્થન એક સગીરાએ આપ્યું છે. આપને અવાર-નવાર જાણમાં આવે છે કે કોઈ પ્રેમી પોતાની ગર્લફ્રેન્ડને ખુશ કરવા માટે મોંઘીદાટ ભેટો આપે છે, પરંતુ આ કિસ્સામાં છોકરીએ તેના બોયફ્રેન્ડને આકર્ષિત કરવાના પ્રયત્નો ભારે પડ્યા. સગીર છોકરી તેના જન્મદિવસ પર તેના પ્રેમીને બાઇક ભેટ આપવા માંગતી હતી. પરંતુ તેની પાસે પૈસા નહોતા.
ત્યારબાદ યુવતીએ પોતાના જ મકાનમાં ચોરી કરી અને યુવકને પૈસા આપ્યા હતા. આ મામલે પરિવારના સભ્યોએ પોલીસ ફરિયાદ કરતાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને સગીર યુવતી પર શંકા ગઈ હતી. પૂછપરછ દરમિયાન યુવતીએ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ્યો હતો. પોલીસે આરોપીની રોકડ સાથે ધરપકડ કરી છે.
પોલીસે છત્તિસગઢના રાયપુરના ખામતરાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ 1.73 લાખ રૂપિયાની ચોરી કર્યાના કેસનો ખુલાસો થતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ સગીર યુવતીએ બોયફ્રેન્ડના જન્મદિવસ નિમિત્તે પ્રેમીને ભેટ આપવા માટે પોતાના જ મકાનમાંથી ચોરી કરી હતી. આમ, પ્રેમિને રાજી રાખવાના વહેમમાં સગીર યુવતીની પૈસા સાથે પોલીસના હાથમાં આવી ગઈ છે.