આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ પંથકની યુવતિનો સંપર્ક લઇ સ્થાનિક યુવકે તેના ફોટો મેળવ્યા હતા. આ પછી કોઇ કારણસર યુવતિને બદનામ કરવાના ઇરાદે ફોટા સાથે ચેડાં કર્યા હતા. એડિટીંગ કરેલા ફોટા સોશિયલ મિડીયામાં વાયરલ કર્યા બાદ યુવતિને ધ્યાને આવતાં પગતળેથી જમીન ખસી ગયા સમાન સ્થિતિ બની હતી. સમગ્ર મામલે યુવતિએ પરિજનોને જાણ કરતા આખરે યુવક વિરૂધ્ધ રજૂઆત કરી હતી. જેને આધારે તપાસ કરતા પોલીસે આરોપી યુવક રાજુજી ઠાકોર વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાની યુવતિના ફોટો મેળવી વડાણા ગામના યુવકે પરેશાની ઉભી કરી છે. યુવતિના ફોટોને બિભત્સ બનાવી સોશિયલ મિડીયામાં શેર કરી સંબંધિતોને પહોંચાડ્યા હતા. જેની જાણ યુવતિને થતાં ફોટો જોઇ હેબતાઇ ગઇ હતી. યુવતિને બદનામ કરવાના ઇરાદે કૃત્ય કર્યા સામે પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના આધારે સુઇગામ પોલીસ સ્ટેશને વડાણા ગામના રાજુજી જોરાજી ઠાકોર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આરોપી રાજુજી ઠાકોરે ઇરાદાપુર્વક યુવતિને ટાર્ગેટ કરી આઇ.ટી. એક્ટ હેઠળ ગુનો કર્યો હોવાનું સામે આવ્યુ છે. ફોટા સહિતની વિગતો મેળવી યુવતિ અને તેના પરિજનો ખૂબ જ માનસિક ત્રાસ વચ્ચે આવી ગભરાઇ ગયા હતા. ભારે અફરાતફરી વચ્ચે આરોપી યુવક વિરૂધ્ધ પોલીસ ફરીયાદ આપી છે. આથી પોલીસે એડિટીંગ કરેલા ફોટાને વાયરલ કર્યાના કૃત્ય બદલ આઇ.ટી.એક્ટ 2000ની કલમ 67 અને 292 મુજબ તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code