ગુનો@સુરત: વરાછામાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ ઘી વેચતા 3 લોકો ઝડપાયાં

 
નકલી ઘી

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલને તપાસ અર્થે FSLમાં મોકલી આપ્યાં હતા.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના વરાછામાં બ્રાન્ડેડ કંપનીનું નકલી ઘી વેચતા 3 લોકોની પોલીસે અટકાયત કરી છે,વરાછા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વરાછાની એક કરિયાણાની દુકાનમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ઘી નું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે એ વાતને ધ્યાને લઈ પોલીસે દુકાનમાં રેડ કરી વેપારીઓની પૂછપરછ કરતા, વેપારીઓએ કબૂલ્યું કે તેઓ નકલી ઘી નું વેચાણ કરી રહ્યાં છે.

પોલીસે 3 આરોપીની અટકાયત કરી છે.તો દુકાનમાં ઘી ના હજી કેટલા પાઉચ પડયા છે તેને લઈ તપાસ આદરી છે,વેપારીઓ કોની પાસેથી ઘી લાવતા અને આગળ કોને ઘી આપ્યું છે તેને લઈ તપાસનો ધમધમાટ શરૂ છે,પોલીસ ગુનો નોંધીને આરોપીના વધુ રિમાન્ડ માટે માંગણી પણ કરી શકે છે. હવે જોવાનું એ રહ્યું કે આ તપાસમાં વધુ શું ખુલાસા થઈ શકે છે.

પલસાણા તાલુકાના જોડવા ખાતે જિલ્લા LCBએ બનાવટી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડીને 24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,જોળવા ખાતે મારુતિ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ પ્લોટ નંબર 13 અને 14 માં આવેલ શિવ શક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપી પાડી,તપાસ હાથધરી હતી,તો બીજી તરફ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલને તપાસ અર્થે FSLમાં મોકલી આપ્યાં હતા.