ક્રાઇમ@સુરત: લાલગેટ વિસ્તારમાં પરિવારે સામૂહિક આપઘાત કર્યો, ઘરમાંથી પતિ, પત્ની અને બાળકની લાશ મળી

 
ક્રાઇમ
પરિવાર આર્થિક સંકળામળમાં હોવાની શક્યતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના લાલગેટ વિસ્તારમાં આઘાતજનક ઘટના સામે આવી છે. એક પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઝેરી દવા પીને પરિવારે આપઘાત કરી લીધો છે. આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. આ પરિવારે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું છે તે હજી સામે આવ્યું નથી. આ પરિવાર થોડા દિવસ પહેલાં જ સાઉદી અરેબિયાની યાત્રા પૂર્ણ કરીને સુરત પરત ફર્યો હતો.આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, લાલગેટ વિસ્તારમાં ઉભી શેરીમાં રહેતા પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે.

મૃતકોની ઓળખ ફૈઝ અહેમદ (ઉંમર 36), તેમની પત્ની મુબીના અહેમદ (ઉંમર 32) અને તેમના પુત્ર નોમાન અહેમદ (ઉંમર આશરે 12થી 13 વર્ષ) તરીકે કરવામાં આવી છે. પરિવાર હરિપુરાની સોય શેરીમાં રહેતો હતો અને સામાન્ય જીવન જીવતો હોવાનું સ્થાનિકો જણાવે છેઆ લોકોએ ઝેરી દવા પીને આપઘાત કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતક સૈયદ ફેજના ભાઈએ કોલ કર્યો પરંતુ કોઈએ ફોન ન ઉપાડ્યો. જે બાદ તપાસ કરતા આ કરૂણ ઘટનાની જાણ થઈ છે. આપઘાતની ખબર ફેલાતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

આ કરૂણ ઘટના બાદ આખા પરિવારમાં આક્રંદ અને શોકનો માહોલ છવાયો છે. આ લોકો પાસેથી હજી કોઈપણ પ્રકારની અંતિમ ચિઠ્ઠી મળી નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પરિવાર આર્થિક સંકળામળમાં હોવાની શક્યતા છે.માહિતી એવી પણ મળી રહી છે કે, આ પરિવાર થોડા દિવસ પહેલાં જ સાઉદી અરેબિયાની યાત્રા પૂર્ણ કરીને સુરત પરત ફર્યો હતો. યાત્રા બાદ પરિવાર પર કોઈ માનસિક, આર્થિક કે અન્ય તણાવ હતો કે નહીં, તે દિશામાં પણ પોલીસ દ્વારા પરિવારજનો અને નજીકના સંબંધીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે. આ ઘટનાને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે શોક અને અચંબો જોવા મળી રહ્યો છે. પડોશીઓ જણાવે છે કે પરિવાર શાંત સ્વભાવનો હતો અને કોઈ ખુલ્લી સમસ્યાની જાણ અગાઉ જોવા મળી નહોતી.લાલગેટ પોલીસે અપીલ કરી છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની અફવા અથવા અપ્રમાણિત માહિતી ફેલાવવાથી બચવું.