ક્રાઇમ@સુરેન્દ્રનગર: પરીણિતાને બ્લેકમેઇલ કરી 11 મહિના દુષ્કર્મ આચર્યુ, યુવકની ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે લીંમડી પંથકના યુવકે એક મહિલાને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ અમદાવાદ રહેતી મહિલા લીંમડીમાં લગ્ન પ્રસંગે આવી હતી. જ્યાં ચૂડા તાલુકાના ગામના જીઆરડી જવાન સાથે સંપર્કમાં આવી હતી. જે બાદમાં યુવકે મહિલાના ઘરે જઇ સ્નાન કરતાં ફોટો પાડ્યા હતા. જે બાદમાં તેને બ્લેકમેઇલ
 
ક્રાઇમ@સુરેન્દ્રનગર: પરીણિતાને બ્લેકમેઇલ કરી 11 મહિના દુષ્કર્મ આચર્યુ, યુવકની ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે લીંમડી પંથકના યુવકે એક મહિલાને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ અમદાવાદ રહેતી મહિલા લીંમડીમાં લગ્ન પ્રસંગે આવી હતી. જ્યાં ચૂડા તાલુકાના ગામના જીઆરડી જવાન સાથે સંપર્કમાં આવી હતી. જે બાદમાં યુવકે મહિલાના ઘરે જઇ સ્નાન કરતાં ફોટો પાડ્યા હતા. જે બાદમાં તેને બ્લેકમેઇલ કરી 11 મહિના દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે બાદમાં મહિલાએ તેનાથી કંટાળી જઇ ઝેરી દવા પી લેતાં સમગ્ર ઘટના સામે આવી હતી. જેને લઇ પોલીસે હાલ જીઆરડી જવાનની ઘરપકડ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં પતિ અને બે બાળકો સાથે રહેતી મહિલા 2 વર્ષ પહેલાં નાની બહેનના દિયરના લગ્ન પ્રસંગે લીંબડી આવ્યા હતા. જયાં તે ચુડા તાલુકાના જેપર ગામે રહેતાં યોગેશ ઉર્ફે લાલો જેઠાભાઈ રાઠોડના સંપર્કમાં આવતાં બન્ને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. મહિલા અને અપરણિત યુવક વચ્ચે અવારનવાર ફોન ઉપર વાત થવા લાગી હતી. મહિલાના પુત્રનો જન્મદિવસ હોઇ યોગેશ ઉર્ફે લાલો રાઠોડ અમદાવાદ ગયો હતો. આ દરમ્યાનમહિલા ઘરે સ્નાન કરવા ગઈ ત્યારે યોગેશે બાથરૂમમાં નગ્ન ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. જે બાદમાં ફોટા-વીડિયો દેખાડી મહિલાને બ્લેકમેલ કરી 11 મહિના સુધી દુષ્કર્મ આચર્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, યોગેશની વારંવાર ધમકી અને જબરજસ્તીથી કંટાળીને મહિલાએ ઝેરી દવા અને ફિનાઈલ ગટગટાવીને જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો હતો. જે બાદમાં મહિલાની તબિયત લથડતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જયાં મહિલાએ એલિસબ્રિજ પોલીસ સમક્ષ બળાત્કારી યોગેશ ઉર્ફે લાલો જેઠાભાઈ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ અમદાવાદ પોલીસે ચુડા પોલીસની મદદથી આરોપીની જેપરમાંથી ધરપકડ કરી હતી.