ક્રાઇમ@સુરેન્દ્રનગર: ખાનગી બેંક ખોલી 3 કરોડની છેતરપિંડી કર્યાની પોલીસ ફરીયાદ

અટલ સમાચાર,ડેસ્ક ધાંગ્રધા શહેરમાં આવેલી એક ખાનગી બેંક સામે 3 કરોડની છેતરપિંડીની પોલીસ ફરીયાદ નોંધાતાં ચકચાર મચી ગઇ છે. બેંકના ગ્રાહકોને છેતરપિંડી થયાની જાણ થતાં 9 જેટલા લોકો સામે ધાંગ્રધા પોલીસ મથકે તમામ સામે ફરીયાદ નોંધાવી છે. આ તરફ પોલીસે 250થી વધુ લોકોના નિવેદનો લઇ તપાસ શરૂ કરી હોવાનું સામે આવ્યુ છે. અટલ સમાચાર આપના
 
ક્રાઇમ@સુરેન્દ્રનગર: ખાનગી બેંક ખોલી 3 કરોડની છેતરપિંડી કર્યાની પોલીસ ફરીયાદ

અટલ સમાચાર,ડેસ્ક

ધાંગ્રધા શહેરમાં આવેલી એક ખાનગી બેંક સામે 3 કરોડની છેતરપિંડીની પોલીસ ફરીયાદ નોંધાતાં ચકચાર મચી ગઇ છે. બેંકના ગ્રાહકોને છેતરપિંડી થયાની જાણ થતાં 9 જેટલા લોકો સામે ધાંગ્રધા પોલીસ મથકે તમામ સામે ફરીયાદ નોંધાવી છે. આ તરફ પોલીસે 250થી વધુ લોકોના નિવેદનો લઇ તપાસ શરૂ કરી હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગ્રધા શહેરમાં યુવાનિધિ કંપની બેંકના નામે લોકો સાથે છેતરપિંડી થઇ હોવાની ફરીયાદ નોંધાઇ છે. શહેરમાં આવેલી યુવાનિધિ બેંક દ્રારા ગ્રાહકોને આકર્ષવા મોટા વ્યાજની આશાઓ આપી છેતરપિંડી કરાઇ હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ બેંકની બ્રાંચો ધાંગ્રધા શહેર સહિત અન્ય શહેરમાં પણ હોવાની વિગતો સામે આવતાં આવાનારા દિવસોમાં મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે. આ તરફ પોલીસે 250થી વધુ લોકોના નિવેદનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.