ક્રાઇમઃ અંબાજીમાં માઉન્ટ આબુના હોટલના માલિકની ચપ્પાના ઘા ઝીંકી હત્યા

અટલ સમાચાર, ડેસ્ક અંબાજીમાં હોટલ માલિક વિનય રાવલની ઘાતકી હત્યા થતા ચકચાર મચી ગઇ હતી. વિનય રાવલ સોમવારે સવારે માઉન્ટ આબુથી અંબાજી આવ્યો હતો. જે બાદ સાંજના સુમારે તેની ગબ્બરના પાછળના વિસ્તારમાં ઘાતકી હત્યા થઇના સમાચાર સામે આવ્યા હતા. હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે એક શકમંદ યુવતીની પૂછતાછ હાથ ધરી છે. બીજી તરફ ઘટનાને પગલે
 
ક્રાઇમઃ અંબાજીમાં માઉન્ટ આબુના હોટલના માલિકની ચપ્પાના ઘા ઝીંકી હત્યા

અટલ સમાચાર, ડેસ્ક

અંબાજીમાં હોટલ માલિક વિનય રાવલની ઘાતકી હત્યા થતા ચકચાર મચી ગઇ હતી. વિનય રાવલ સોમવારે સવારે માઉન્ટ આબુથી અંબાજી આવ્યો હતો. જે બાદ સાંજના સુમારે તેની ગબ્બરના પાછળના વિસ્તારમાં ઘાતકી હત્યા થઇના સમાચાર સામે આવ્યા હતા. હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે એક શકમંદ યુવતીની પૂછતાછ હાથ ધરી છે. બીજી તરફ ઘટનાને પગલે સમગ્ર સમાજમાં ભારે રોષ છવાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ દરમિયાન સોમવારની મોડી સાંજે અંબાજી ગબ્બર પાછળના વિસ્તારમાં આવેલા તેલિયા નદીના પુલ પાસેના માર્ગ નજીકના જંગલમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓએ ચપ્પાના ઘા ઝીંકી ઘાયલ કર્યો હતો. જે બાદ હત્યારા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ લોહીલુહાણ હાલતમાં જોતા તેને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જોકે, હોસ્પિટલમાં લઇ જતા તેનું મૃત્યું નીપજ્યુ હતુ. અંબાજીમાં ઘાતકી હત્યાને કારણે સમગ્ર પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયુ હતુ. રાતે જ જીલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી આવવા હતા. આ સાથે અંબાજીની સ્થાનિક પોલીસ સહિત એલ. સી. બી., એસ. ઓ. જી. સહીત એફ, એસ. એલ. અને ડોગ સ્ક્વોડની મદદ દ્વારા ફરાર હત્યારોઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સુત્રોએ જણાવ્યું હતુ કે, મૃતક યુવકના પરિવાર અને સંબંધીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. પરિવારજનોમાં ભારે આક્રોષ અને શોક જોવા મળી રહ્યો હતો. હત્યારાઓને પકડવાની માંગ સાથે મૃતદેહ લેવાનો પણ ઇન્કાર કરતા ઉત્તેજના જોવા મળી હતી. જ્યાં મંગળવારે સવારે આઠ કલાકે મૃતકનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ બપોરના એક વાગ્યાના સુમારે અંબાજી પોલીસ મથકના વડા દ્વારા પરિવારજનોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો. ત્યારબાદ મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા માટે લઇ જવાયો હતો.