ક્રાઇમ@વડોદરા: ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા, પોલીસની હાજરીમા ગુનાને અંજામ આપ્યાનો આક્ષેપ

 
ક્રાઇમ

DCP, ACP કક્ષાના અધિકારીઓ SSG પહોંચ્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરામાં ભાજપના નેતાના પુત્રની હ-ત્યાનો બનાવ બન્યો છે. ત્યારે પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હ-ત્યાને પગલે ચકચાર મચી જવા પામી છે. આ દરમિયાન માથાભારે તત્વોએ તપન પરમાર પર હુમલો કર્યો હતો. જ્યારે તેને સારવાર દરમિયાન ભાજપ નેતાના પુત્રનું મોત નીપજ્યું હતું. બીજી બાજુ, પોલીસની નજર સામે જ ગુનાને અંજામ આપ્યાનો આક્ષેપ છે. જ્યારે ઘટનાને પગલે મોડી રાત્રે સયાજી હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી.

DCP, ACP કક્ષાના અધિકારીઓ SSG પહોંચ્યા હતા. તેમજ રાજકીય અગ્રણીઓ પણ SSG હોસ્પિટલ પહોંચ્યા હતા. અનુસાર માહિતી મુજબ, નાગરવાડા મેહતાવાડીના નાકા પાસે બનાવ બન્યો હતો. આરોપ છે કે, નાગરવાડામાં અગાઉ બાબર પઠાણ અને તપન પરમારના મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે બાબર પઠાણે તપનના મિત્રોને છરીના ઘા મારતા સારવાર માટે સયાજી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તપન સયાજી હોસ્પિટલ બહાર ઉભો હતો ત્યાં બાબર પઠાણ પહોંચી જતા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને બાબર પઠાણે તપનને છરીના ઘા માર્યા હતા. ત્યારે હાલમાં પોલીસે આરોપી બાબર પઠાણની અટકાયત કરી છે.