ક્રાઇમ@વિજાપુર: બાઇકસવાર 3 સ્નેચરો યુવકના ગળામાંથી સોનાનો દોરો લુંટી ફરાર

અટલ સમાચાર, વિજાપુર કોરોના મહામારી વચ્ચે વિજાપુરમાં યુવકના ગળામાંથી સ્નેચરો સોનાનો દોરો ખેંચી ફરાર થઇ ગયાની ફરીયાદ પોલીસ મથકે નોંધાઇ છે. ગત તા.26-09-2020ના રોજ ફરીયાદી એક્ટિવા લઇ ટી.બી.રોડ ઉપર એક્ટિવા લઇ શાકભાજી લેવા નિકળ્યા હતા. આ દરમ્યાન બાઇકસવાર ત્રણ ઇસમોએ તેમના ગળામાંથી અંદાજે ત્રણ તોલાનો સોનાનો દોરો ઝુંટવી ફરાર થઇ ગયા હતા. આ પછી ફરીયાદી
 
ક્રાઇમ@વિજાપુર: બાઇકસવાર 3 સ્નેચરો યુવકના ગળામાંથી સોનાનો દોરો લુંટી ફરાર

અટલ સમાચાર, વિજાપુર

કોરોના મહામારી વચ્ચે વિજાપુરમાં યુવકના ગળામાંથી સ્નેચરો સોનાનો દોરો ખેંચી ફરાર થઇ ગયાની ફરીયાદ પોલીસ મથકે નોંધાઇ છે. ગત તા.26-09-2020ના રોજ ફરીયાદી એક્ટિવા લઇ ટી.બી.રોડ ઉપર એક્ટિવા લઇ શાકભાજી લેવા નિકળ્યા હતા. આ દરમ્યાન બાઇકસવાર ત્રણ ઇસમોએ તેમના ગળામાંથી અંદાજે ત્રણ તોલાનો સોનાનો દોરો ઝુંટવી ફરાર થઇ ગયા હતા. આ પછી ફરીયાદી વડોદરા ગયા બાદ ગઇકાલે પરત આવતાં અજાણ્યા બાઇકસવારો સામે વિજાપુર પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિજાપુરમાં જૈમિનકુમાર શંકરભાઇ પટેલ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.26-09-2020ના રોજ જૈમિનકુમાર પોતાનું એક્ટિવા લઇ ઘરેથી નીકળી ટી.બી.રોડ ઉપર વિજાપુર તરફ આવતા હતા. આ વખતે ટી.બી. હોસ્પિટલ નજીક આવતાં એક બાઇક ઉપર ત્રણ ઇસમોએ આવી જૈમિનભાઇએ ગળામાં પહેરેલ સોનાનો દોરો તોડી ફાઉન્ટેન હોટલ તરફ ફરાર થઇ ગયા હતા.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ફરીયાદી ઘટના બાદ વડોદરા સંબંધીને ત્યાં ગયા હોઇ ગઇકાલે તેમને પરત આવી વિજાપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જૈમિનકુમારે અજાણ્યા 3 ઇસમો વિરૂધ્ધ ગળામાં સોનાનો દોરો ત્રણ તોલાનો કિ.રૂ.1,00,000નો ઝુંટ મારી ખેંચી લઇ ચોરી કરી નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવી છે. વિજાપુર પોલીસે આરોપી ઇસમો સામે આઇપીસીની કલમ 379A(3)મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.