ક્રાઇમઃ એક જ પરિવારના 5 લોકોની ગળું કાપી હત્યા કરી, પુત્રી-પુત્રવધૂ પર બળાત્કારની આશંકા
Crime (1)

અટલ સમાચાર, ડેસ્ક


ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં સામૂહિક હત્યાનો મામલો સામે આવ્યો છે. થરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ખેવરાજપુર ગામમાં શુક્રવારે મધરાતે હત્યારાઓએ એક જ પરિવારના 5 સભ્યની તીક્ષ્ણ હથિયારો વડે ગળું કાપીને હત્યા કરી નાખી હતી. હત્યારાઓએ 5 વર્ષની બાળકી પર પણ હુમલો કર્યો હતો, હાલમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

મૃત્યુ પામેલા લોકોમાં પાંચ મહિનાની ગર્ભવતી સવિતા પણ સામેલ હતી. સવિતાની એક પુત્રી મીનાક્ષીની પણ હત્યા કરવામાં આવી છે, જ્યારે બીજી 5 વર્ષની પુત્રી સાક્ષી ઘાયલ છે, સાથે જ સવિતાના પતિ સુનીલે તેની પત્ની અને બહેન બંને સાથે બળાત્કારની આશંકા વ્યક્ત કરી છે.હત્યા કર્યા બાદ હત્યારાઓએ લાશને સળગાવવા માટે ઘરને આગ ચાંપી દીધી હતી. સવારે જ્યારે લોકોએ ઘરમાંથી ધુમાડો નીકળતો જોયો તો તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. મૃતકોમાં રામ કુમાર યાદવ (55), તેમની પત્ની કુસુમ દેવી (52), પુત્રી મનીષા (25), પુત્રવધૂ સવિતા (27) અને પૌત્રી મીનાક્ષી (2)નો સમાવેશ થાય છે. જ્યારે અન્ય એક પૌત્રી સાક્ષી (5) જીવિત મળી આવી છે. આ હત્યા કોણે અને શા માટે કરી એ અંગે હાલ કંઈ જાણવા મળ્યું નથી. પોલીસ અધિકારીઓ સ્થળ પર છે, તપાસ ચાલી રહી છે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં 5 વર્ષની બાળકી સાક્ષી ઘાયલ થઈ છે. તેને પ્રયાગરાજની સ્વરૂપરાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આ પહેલાં પણ 16 એપ્રિલના રોજ પ્રયાગરાજના નવાબગંજના ખગલપુર ગામમાં પ્રીતિ તિવારી (38) અને તેની ત્રણ પુત્રી માહી (12), પીહુ (8) અને કુહુ (3)નું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે પતિ રાહુલ તિવારી 42) ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળ્યો હતો. તમામના મૃતદેહો ઘરની અંદર પડ્યા હતા. ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં સાસરિયાંને આ ઘટનાના જવાબદાર હોવાનું જણાવવામાં આવ્યું હતું.