ક્રાઇમ@ગુજરાતઃ એક જ દિવસમાં 4-4 હત્યાથી ખળભળાટથી, પતિએ જ કરી પત્ની અને બાળકની હત્યા
Crime (1)

 અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં એક જ દિવસમાં 4-4 હત્યાના સમાચાર સામે આવ્યા છે. પૂર્વ કચ્છ ભચાઉમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ભચાઉના વોધ ગામના છાડવારા સીમમાં ડબલ મર્ડરની ઘટના બની છે. પતિએ જ કરી પત્ની અને બાળકની હત્યા કરી નાંખી હતી. શ્રમિક પરીણિત મહિલા સહિત એક માસના બાળકની કરવામાં હત્યા આવી છે. હત્યાનું કરણ અંકબંધ છે. ભચાઉ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

સુરતમાંસચિન GIDC વિસ્તારમાં પત્નીએ પતિની હત્યા કરી છે. પાંચ વર્ષના બાળકની સામે માતાએ પિતાને ગળે ફાંસો આપી હત્યા કરી. પતિએ બીજા લગ્નની જીદમાં અને તેને લઈ  થતાં ઘર કંકાસમાં હત્યાને અંજામ આપ્યો. સચિન GIDC પોલીસે હત્યારી પત્નીની અટકાયત કરી લીધી છે. અન્ય એક હત્યાના બનાવની વાત કરીએ તો રાંદેર વિસ્તારમાં મોડી રાત્રે વ્યાજખોર રવિએ સલિમ કાલિયાની કરી હત્યા. અંદત અદાવતમાં હત્યા કરી. સલીમ નામનાં યુવકની હત્યા કરી. મોરા ભાગળ ચાર રસ્તા પાસે હત્યા કરી. બીજો એક વ્યક્તિ પણ ગંભીર છે. હુમલો કારનાર બે પકડાયા હોવાની વાત સામે આવી રહી છે 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
 
ગઈ કાલે બનાસકાંઠામાં વાવના પ્રતાપપુરા નજીક પ્રેમીએ પ્રીમિકાની હત્યા કરી પોતે આત્મ હત્યા કરવાનો કર્યો પ્રયાસ. યુવકના લગ્ન નજીક આવતા પ્રેમિકા સાથે મોતને વ્હાલું કરવા ઘટનાને અંજામ આપ્યો. પ્રેમીકાની હત્યા કર્યા બાદ ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે થરાદ સિવિલ હોસ્પીટલ ખાસેડાયો. સમગ્ર ઘટનાની જાણ થતા વાવ પોલીસે હાથ ધરી વધુ તપાસ.

સુરતઃ શહેરના પોશ વિસ્તાર એવા વેસુમાં ૩૩ વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. પરણીતાના પરિવારજનોનો આરોપ છે કે, દીકરીને મારવામાં આવી. પરિવારનો આક્ષેપ છે કે છેલ્લા ચાર વર્ષથી મારી પુત્રીને દહેજમાં હેરાન-પરેશાન કરતા હતા. તેને કારણે મારી પુત્રીએ ગતરોજ ગળે ફાસો આપઘાત. પુત્રીના બે સંતાનો પણ છે. સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમની બહાર બે પરિવારો આમને-સામને થયાં.


આ સમગ્ર બાબતે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક જ્યોતિ બેન ગોવિયા,વેસુ વાસ્તુગ્રામ રહેતા હતા. પતિ સાહિલ ગોવિયા પર અત્યાચારનો આરોપ લગાવોય ચે. 5 વર્ષ લગ્નને થયા છે.  સંતાનોમાં 2 બાળકો છે. મૃતક જ્યોતિ M ટેક એન્જીનીયરીંગનો અભ્યાસ કરી ચુકી છે.

વડોદરામાં વાઘોડિયા તાલુકાના આશા - બાધરપુરી નાળા પાસે યુવાને ખાધો ફાંસોય અગમ્ય કારણોસર ઝાડની ડાળીએ દોરડાવડે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ. અક્ષર ટાઊનશીપ, વાઘોડિયા ખાતે પરીવાર સાથે રહેતો હતો યુવાન. ચાર સંતાનના પિતાએ કરી આત્મહત્યા. ઘટના સ્થળેથી મરન જનારનુ બાઈક મળ્યું. સ્થાનિકોએ ઘટનાની વાઘોડિયા પોલીસને કરી જાણ. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી છે.