તળાજાઃ ઇસમે ધોળા દિવસે પિતા-પુત્ર ઉપર ફાયરિંગ કર્યું, પુત્રનું મોત, જાણો વધુ
Crime (1)


અટલ સમાચાર, ડેસ્ક

તળાજામાં પોલીસને ખુલો પડકાર ફેંકતા હોય તેવી ઘટના સામે આવી છે. જ્યાં પોલીસનો કોઈ ડરના હોય તેમ ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની છે.  ફાયરિંગ કરનારાઓએ પોલીસને પડકાર ફેંક્યો છે. આ ઘટના તળાજા શેત્રુંજી નદી નજીક  દેવલી ગામે બની છે. પિતા-પુત્ર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમા પુત્ર મુકેશ દેવભાઈ દેવીપૂજકનું મોત નિપજ્યું છે, જ્યારે તેમના પિતા ભાવનગર ખાતે સારવાર હેઠળ છે.

 

ગુજરાતમાં રોજ ગુનાઓના બનાવો વધતા જાય છે. આ સાથે આજે પણ એક દુર્ઘટના સામે આવી છે. પિતા-પુત્ર પર ઇસમે ફાયરિંગ કરી ધોળા દિવસે પુત્રનેન વધુ વાગતા તે મોતને ભેટ્યો છે. જ્યારે પિતાને હોસ્પિટલ દાખલ કરાયા છે. આમ ગુનાખોરીઓને જાણે કાયદાનો કોઇ જ ડર ના હોય એવી રીતે ગુના કરતા રહે છે.


બીજા બનાવમાં મહેસાણા: વિજાપુરના ઉબખલ ગામની યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ગામના જ શખ્સે અન્ય મિત્રની મદદથી યુવતીનું કારમાં અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને 10 દિવસ સુધી બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વાલાપુરા ગામે ગોંધી રાખવામાં આવી. નદીની કોતરોમાં 10 દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરનાર અને તેને મદદ કરનાર શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાવળ રાજુભાઇ શંકરભાઇ અને રાવળ જીગ્નેશ ભગાભાઈ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.