દુર્ઘટનાઃ પુત્રવધુએ સસરા સાથે મારપીટ કરી પ્રાઈવેટ પાર્ટ પર અનેક લાતો મારી, અંતે કરૂણ મોત
Crime (1)

અટલ સમાચાર, ડેસ્ક


રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં કુશલગઢ પોલીસ મથકની હદના નાથપુરા ગામમાં ઘરેલુ વિવાદના કારણે એક પુત્રવધુએ તેના સસરાનો જીવ લઈ લીધો. સસરા સાથે થયેલો જમીન વિવાદ એ હદે વધી ગયો કે તે કંટ્રોલ બહાર થઈ ગઈ. આ વિવાદમાં પુત્રવધુએ વૃદ્ધ સસરાની ખુબ મારપીટ કરી અને તેમના પ્રાઈવેટ પાર્ટ પર સતત અનેકવાર લાતો મારી. પ્રાઈવેટ પાર્ટ પર આ રીતે મૂઢ માર મારતા સસરાની હાલત ખુબ ગંભીર થઈ ગઈ જેને કારણે તેમને તાબડતોબ હોસ્પિટલ ખસેડાયા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. 

બીજી બાજુ પિતા સાથે થયેલા આ દુર્વ્યવહાર બદલ દિયરે પોલીસ ફરિયાદ નોંધાવી અને ભાભી વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો. કેસ દાખલ કરીને કુશલગઢ પોલીસ મથકના  પોલીસ અધિકારી મહિપાલ સિંહે આરોપી વહુની ધરપકડ કરી. પોલીસના જણાવ્યાં મુજબ નાથપુરાની રહીશ સંતોષ અને તેના સસરા બદિયા કટારા વચ્ચે 11 જુલાઈના રોજ કોઈ વાત અંગે જમીન વિવાદ થયો હતો. જેમાં સસરા અને વહુ વચ્ચે ખુબ દલીલો થઈ. આ દરમિયાન મહિલાએ ગુસ્સામાં કાબૂ ગુમાવ્યો અને સસરા સાથે મારપીટ કરી પ્રાઈવેટ પાર્ટ પર અનેક લાતો મારી. 

પરિજનોએ વચ્ચે પડીને વૃદ્ધને બચાવવાનો પ્રયત્ન કર્યો અને મહામહેનતે મામલો શાંત પાડ્યો પરંતુ ત્યાં સુધીમાં સસરાને ગંભીર ઈજા થતા સ્થિતિ બગડવા માંડી જેને કારણે તાબડતોબ હોસ્પિટલ લઈ જવાયા. જ્યાં બે ત્રણ દિવસ સારવાર બાદ તેમને રજા તો આપી દેવાઈ પરંતુ જેવા ઘરે લવાયા કે એક દિવસ બાદ દુખાવો પાછો વધી ગયો અને પરિવારે ફરીથી હોસ્પિટલ દાખલ કર્યા જ્યાં સારવાર દરમિયાન મોત થઈ ગયું. પોલીસે આ મામલે કહ્યું કે નાથપુરાના રહીશ દીતા કટારાના રિપોર્ટ પર તેની ભાભી સંતોષ વિરુદ્ધ હત્યાનો મામલો દાખલ કરાયો છે અને ધરપકડ કરાઈ.

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સસરા અને વહુ વચ્ચે મારપીટ થતી જોવા મળ છે. મૃતક બદિયાની પત્ની બીજુ બંનેને દૂર કરવાની કોશિશ કરે છે. ઘરના આંગણામાં એક સગીર, દાદા અને કાકાને છોડાવવાની કોશિશ પણ કરી રહ્યો છે. વીડિયોમાં મહિલા સસરાને મારતી સ્પષ્ટપણે જોવા મળી રહી છે.