ક્રાઈમ@મોરબી: પત્ની પ્રેગ્નેટ હોવા છતાં પતિએ તેના પર હાથ ઉપાડી માર માર્યો,જાણો વધુ વિગતે

માનસિક દુઃખ ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવી 
 
ક્રાઈમ@મોરબી: પત્ની પ્રેગ્નેટ હોવા છતાં પતિએ તેના પર હાથ ઉપાડી માર માર્યો,જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આપણા સમાજમાં જ્યાં એક સ્ત્રીને દેવી સમાન ગણવામાં આવે છે,પણ અમુક લોકો તેમના પર ખુબજ અત્યાચાર કરતા હોય છે.શારીરિક,માનશિક ત્રાસની ઘટનાઓ  ખુબજ જોવા મળી રહી છે.કેટલીક મહિલાઓને પોતાની સાસરીમાં શારીરક,માનશિક રીતે ત્રાસ આપવામાં આવે છે.તેમના પર ઘરેલું હિંસા કરવામાં આવે છે. મહિલાઓને મારવામાં આવે છે.તેમને દહેજ માટે પણ કેટલોક ત્રાસ આપવામાં આવે છે.સાસરીના લોકો તેમના પર ખુબજ આત્યાચાર કરતા હોય છે.સાસુ,સસરા,નળદ તેના પર કામ બાબતે અને બીજી કેટલી બાબતે તેમને ત્રાસ આપતા હોય છે.મહિલાનો પતિ પણ તેને માર મારતો હોય છે.આવીજ એક ઘટના મોરબીમાંથી સામે આવી છે,જ્યાં મહિલાનો પતિ પત્ની  ગર્ભવતી હોવા છતાં તેને માર મારતો હોય છે.તેથી તેના પર ફરિયાદ નોધવામાં આવી છે.

મોરબીના કન્યા છાત્રાલય રોડ પર નકલંક પાર્ક સોસાયટીમાં રહેતી પરિણીતા એ પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ઘરકામ સહિતની બાબતે શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવી છેમોરબીના કન્યા છાત્રાલય રોડ પર નકલંક પાર્ક સોસાયટીમાં રહેતી મિતલબેન ભાવિકભાઈ ફૂલતરીયા એ મોરબી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અવારનવાર નાની નાની બાબતોમાં તેમજ ધરકામ બાબતે હેરાન પરેશાન કરી આરોપી પતિ ભાવિકભાઈ મનહરભાઈ ફૂલતરીયા,સસરા મનહરભાઈ શિવભાઈ ફૂલતરિયા અને સાસુ ગીતાબેન મનહરભાઈ ફૂલતરીયા એ મિતલબેન હાલ પ્રેગ્નેટ હોવા છતાં પતિ ભાવિકભાઈએ ઢીકા પાટુંનો માર મારી ખાવા પીવા બાબતે બોલાચાલી કરી ઝધડાઓ કરી સાસુ સસરા દ્વારા મેણાટોણા મારી પતિ ભાવિકભાઈને અવાર નવાર ચડામણી કરી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપતા હોય અને ત્રણેય આરોપીઓ સાથે મળી એકબીજાને મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી મહિલા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે