ક્રાઇમ@વડોદરાઃ જમાઇએ સાસુની હથોડીના ઘા મારીને કરી હત્યા કરી,પંથકમાં અરેરાટી મચી
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક
 

વડોદરાના માંજલપુર વિસ્તારની કલ્યાણ બાગ સોસાયટી સ્થિત ઘરમાં જમાઇએ સાસુની હથોડીના ઘા મારીને હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ હતી. જમાઇએ ઘરના રસોડામાં સાસુની હથોડીના ઘા મારીને નિર્મમ હત્યા કરી નાંખી હતી. હત્યાને પગલે આખા રસોડામાં લોહીના ખાબોચિયા ભરાયા હતા. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ખૂદ જમાઇએ જ સાસુની હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સાસુ સવિતાબેન પટેલની તેમના જ ઘરમાં જમાઈએ હત્યા કરી નાંખી હતી. જમાઈ વિશાલ અમીન દ્વારા પોતાના જ સાસુની નિર્મમ હત્યા કરવામાં આવી છે. હત્યા કર્યા બાદ હત્યારો જમાઈ પોલીસ સ્ટેશને હાજર થયો હતો. તેમજ પોતે હત્યા કરી ગુનો આચાર્યો હોવાની કબૂલાત કરી હતી. હત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે. ઘટના સ્થળે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે. પોલીસ દ્વારા પાડોશીઓ ના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ.

પોલીસે જણાવ્યું હતું કે, મૃતક તેમના પતિ અને પુત્ર બંગલામાં રહે છે. મૃતક ઉંમર લાયક છે. તેમના હસબન્ડની ઉંમર 88 વર્ષ છે. મૃતકની ઉંમર પણ 75 વર્ષ આસપાસ છે. બહેનનું મર્ડર થયું છે અને તે તેમના જમાઇએ કર્યું છે. ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીએ પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. હત્યા પછી જાતે જ મકરપુરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. મૃતકનો દીકરા સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો છે. એને પકડવાનો બાકી છે. તેની સામે વોરન્ટ પણ કાઢવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, અગાઉ તેમની દીકરી સાથે તેમને અણબનાવ પણ થયો હતો. તપાસ પછી સાચી હકિકત સામે આવશે. હથોડી મારીને હત્યા કરી હોવાનું જણાઇ આવે છે.