ક્રાઇમ@અમદાવાદઃ હત્યારાએ વૃદ્ધના ઘરમાં ઘુસી ગળે છરીના ઘા મારી ક્રુર હત્યા કરી ફરાર

ઘરમાંથી સોનાની ચેઈન, મોબાઈલ તેમજ બાઈક પણ ગાયબ થઈ છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી છે.
 
file photo
સાબરમતી વિસ્તારમાં આવેલા ઠાકોર વાસમાં રહેતા 62 વર્ષના દેવેન્દ્ર રાવત નામના સિનિયર સિટીઝનની લાશ લોહીમાં લથપથ પડી હતી


અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં વધુ એક સિનિયર સિટિઝનની હત્યા થઈ છે. સાબરમતી વિસ્તારમાં હત્યારાએ વૃદ્ધના ઘરમાં ઘુસી ગળે છરી મારીને ક્રુર હત્યા કરી છે. ત્યારબાદ ઘરમાંથી સોનાની ચેઈન, મોબાઈલ તેમજ બાઈક પણ ગાયબ થઈ છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી છે. પંદરેક દિવસ પહેલા પણ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતિની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે શહેરમાં વધુ એક આવી ઘટના સામે આવતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

સાબરમતી વિસ્તારમાં આવેલા ઠાકોર વાસમાં રહેતા 62 વર્ષના દેવેન્દ્ર રાવત નામના સિનિયર સિટીઝનની લાશ લોહીમાં લથપથ પડી હતી. કોઈ અજાણ્યાં વ્યક્તિએ દેવેન્દ્રભાઈના ગળામાં તિક્ષણ હથિયારના ઘા મારતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં સાબરમતી પોલીસની ટીમ બનાવના સ્થળે પહોચી હતી. જ્યાં તપાસ કરતા દેવેન્દ્રભાઈના ઘરમાંથી મોબાઈલ, સોનાની ચેઈન અને બાઇકની ચોરી થઈ હતી. હાલ આ બનાવમાં પોલીસે લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની શકના આધારે તપાસ શરૂ કરી છે.


મંગળવાર(2 નવેમ્બર) સાંજના 6 વાગ્યાની આસપાસ આ દંપતીની પૌત્રી રિતુ દિવાળી ખરીદી કરવા ગઈ હતી હતી. બરાબર આ જ સમયે હત્યારાઓ ત્રાટક્યા હતા. હવે સૌથી મોટો સવાલ એ છે કે, હત્યારાઓને દંપતી ઘરમાં એકલું જ હોવાની કેવી રીતે જાણ થઈ? હત્યારાઓ ઘરમાં પ્રવેશ્યા તે સમયે દયાનંદભાઈને બેડ પર જ ચપ્પુના ઘા મારી પતાવી દીધા હતા. જ્યારે તેમના પત્ની વિજ્યાલક્ષ્મીબેનથી ચલાતુ ન હોવાથી તેઓ ખુરશી પર બેઠા હતા ત્યાં તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઘરની તિજોરી ખુલ્લી હતી.