ક્રાઈમ@માધવપુરા: 19 વર્ષના યુવાનની ચાર શખ્સોએ ભેગા મળીને હત્યા કરતાં ચકચાર

ઝઘડો વધે નહીં માટે ભાવનાબેન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા નીકળ્યા હતા.
 
ક્રાઈમ@માધવપુરા: 19 વર્ષના યુવાનની ચાર શખ્સોએ ભેગા મળીને હત્યા કરતાં ચકચાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દુનિયામાં હત્યાના કિસ્સા ખુબજ વધી ગયા છે.લોકો નાની-નાની બાતમાં ઝગડી પડે છે,અને એક બીજા પર જીવલેણ હુમલા કરે છે.નાની બાબતમાં લોકો એક-બીજાને મોતને ઘાટ ઉતારી નાખે છે.માધવપુરામથી હદય કંપાવી ઉઠે એવો કિસ્સો સામે આવ્યો છે.જ્યાં 19 વર્ષના યુવકની હત્યા કરી નાખવામાં આવી છે.ચાર શખ્સોએ ભેગા મળીને હત્યા કરતાં ચકચાર મચી ગઇ હતી. રાત્રે બનેલી ઘટનામાં મૃતકના પરિવારજનો અને પોલીસ વચ્ચે પણ ભારે ઘર્ષણ થતાં મામલો તંગ બની ગયો હતો. આને પગલે માધવપુરા પોલીસે સખ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.આ તરફ બુધવારે માધુપુરા માર્કેટના વેપારીઓએ સ્વૈચ્છિક રીતે બંધ પાળ્યો હતો. બીજી તરફ પોલીસે એક આરોપીને ઝડપી અન્ય આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. માધવપુરા વિસ્તારમાં વર્ચસ્વની લડાઇમાં અગાઉ બનેલી ઘટનાની અદાવતમાં મંગળવારે આરોપીઓએ હુમલો કર્યો હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે.માધવપુરા વિસ્તારના ઠાકોરવાસમાં રહેતાં મૃતક કૃણાલ ઠાકોરના પિતા દિલીભાઇ ઠાકોર પોતાના મિત્રો તથા 17 વર્ષીય નાના ભાઇ સાથે બેઠાં હતાં. એ સમયે નજીકમાં રહેતાં કરણ રાજપૂત, પીયૂષ ઠાકોર, ચિરાગ ઠાકોર તથા રાજ ઠાકોર ત્યાં આવીને ઝઘડો કર્યો હતો. ત્રણેક મહિના અગાઉ દિલીપભાઇના પત્ની ભાવનાબેનને ઠાકોરવાસમાં રહેતાં દશરથ ઉર્ફે કાળુ સાથે થયેલા ઝઘડાની અદાવત રાખી મંગળવારે દિલીપભાઇ સાથે તકરાર કરી હતી. આ ઝઘડો વધે નહીં માટે ભાવનાબેન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા નીકળ્યા હતા. આથી ચારે જણાય જતા રહ્યા હતા. બીજી તરફ આ બાબતની જાણ થતાં એમના દીકરા કૃણાલને બનાવની જાણ થતાં એ પણ પોતાના બુલેટ મોટરસાઈકલ પર પોલીસ સ્ટેશન જવા નીકળ્યો હતો. દિલીપભાઇએ એને પાછો બોલાવવા ફોન કર્યો હતો, પરંતુ એણે ઉપાડ્યો ન હતો. આ દરમિયાન રાત્રે કોઇ અજાણ્યા વ્યક્તિએ કૃણાલના મોબાઇલ ફોનથી દિલીપભાઇને જાણ કરી હતી કે, દિલ્હી દરવાજા વિશ્રામ ગૃહ પાસે કૃણાલ લોહીલુહાણ હાલતમાં પડ્યો છે. એટલે તમામ લોકો ત્યાં પહોંચતાં માલુમ પડ્યું કે, કરણ રાજપૂત, પીયૂષ ઠાકોર, ચિરાગ ઠાકોર તેમજ રાજ ઠાકોરે તેને છરીના ઘા મારીને ઈજાઓ પહોંચાડી છે. આથી તુરત જ કૃણાલને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ રવાના કર્યો હતો. જોકે, હોસ્પિટલ ખાતે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

હત્યાની આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત બુધવારે જોવા મળ્યા હતા. માધવપુરા માર્કેટના વેપારીઓએ બંધ પાળ્યો હતો. મૃતકના પરિજનો અને વેપારીઓ વચ્ચે સારા સંબંધ હોવાથી માર્કેટના વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો. આ તરફ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સ્થળ અને આસપાસના બજારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.મૃતકને શરીરના અલગ અલગ ભાગો પર 11 થી 12 ઘા મારીને હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. આરોપીઓ દ્વારા અન્ય એક આરોપીના કહેવાથી આ ગુનાને અંજામ આપવામા આવ્યો હોવાની પણ વાત સામે આવી છે.આરોપીઓને પકડવા ટીમો કામે લગાડવામાં આવી છે.

- ડી વી રાણા (એસીપી, એલ ડિવિઝન)
બે ગ્રૂપના લોકો વચ્ચે લડાઇ, એક ગ્રૂપનો લીડર જનપ્રતિનિધિનો સંબંધી
પોલીસનું કહેવુ છે કે બંને પક્ષના લોકો સામે કોઇ ને કોઇ ગુના નોંધાયા છે. અહીં બે ગ્રૂપ ચાલે છે, જેમાં એક ગ્રૂપ પ્રવીણ લંઘા અને દિલીપ લંઘાનું છે જ્યારે સામેનું ગ્રૂપ દશરથ ઉર્ફે કાળુ અને તેના નજીકના લોકોનું છે અને બંને પક્ષના લોકો વચ્ચે વર્ચસ્વની લડાઇ છે. મૃતકના પિતા પણ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયા હતા. દશરથ ઉર્ફે કાળુ ડાભી ઠાકોર અમદાવાદ નજીકના એક જિલ્લાના જનપ્રતિનિધિનો સંબંધી હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ છે.