ક્રાઈમ@રાજકોટ: ગોંડલ ચોકડી પાસે એક મહિલા પર આજાણ્યા ત્રણ શખ્સોનો પાઇપ વડે હુમલો કર્યો

બનાવ અંગે તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
 
ક્રાઈમ@રાજકોટ: ગોંડલ ચોકડી પાસે એક મહિલા પર આજાણ્યા ત્રણ શખ્સોનો પાઇપ વડે હુમલો કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

આજકાલ લોકો નાની-નાની વાતમાં ઝગડીને એકબીજા પર જીવલેણ હમલા કરતા હોય છે.આવીજ એક બોલ-ચાલની બાબતમાં એક સ્ત્રી પર હુમલાની ઘટના સામે આવી છે.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઇકાલે અમારી બાજુમાં રહેતા પઠારભાઇ શીવાભાઇ સલાટના દિકરીઓ તથા મારા નાના દિકરાઓ સાથે બોલાચાલી થયેલ જેથી ઘરની બાજુમાં બપોરના ઘરની બાજુમાં આવેલ ચોક પાસે હતી ત્યારે પઠાર સલાટ, રામા સલાટ તથા સંતોષ સલાટ ત્રણેય ઘસી આવેલ અને કહેલ કે, તારા દિકરાઓ જે મારા નાના દિકરાઓ સાથે મગજમારી કરે છે તેમ છતા તુ ખોટા ઠપકા આપવા આવે છેકહિ મને ગાળો આપી ઉશ્કેરાઇને પાઇપ વડે હુમલો કર્યો હતો. તેમજ અન્ય શખસોએ પથ્થરના છુટા ઘા કર્યા હતાં. બાદમાં ત્રણેય શખ્સો નાસી છૂટ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા વલુબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી ત્રણેય શખ્સોને સકંજામાં લેવાં કાર્યવાહી હાથ ધરી હતી.