ક્રાઈમ@સુરત: સગીરાને પ્રેમમાં ફસાવી ગર્ભવતી બનાવનાર યુવકને વીસ વર્ષની સખત કેદ

  • કોરોનાકાળમાં પાડોશી યુવકે બાળાને ભરમાવી 
 
સુરત: હિંસક બનેલી રેલીમા પોલીસે 6 ઝડપ્યા, 2 કોર્પોરેટર સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

ગર્ભ રહેતા ભાગી ગયો

કોર્ટની પરવાનગી બાદ ગર્ભપાત કરાયો

કોરોનાકાળમાં જાન્યુઆરી 2020ના લૉકડાઉનના સમયગાળામાં સુરતના પુણા વિસ્તારમાં રહેતી એક તેર વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફ્સાવી ગર્ભવતી બનાવી ભાગી જનાર આરોપી યુવકને કોર્ટે વીસ વર્ષ સખત કેદની સજા ફટકારી છે.

કેસમાં ઉત્તરપ્રદેશના અયોધ્યાથી પકડાયેલો આરોપી અમરસિંહ ઉફ્ર્ કલદીપ રામક્રિપાલ યાદવ (ઉં.વ. 20)ને સજા ઉપરાંત દસ હજાર રૂપિયાનો દંડ અને દંડ નહીં ભરે તો વધુ એક વર્ષની કેદની સજા સેશન્સ કોર્ટે કરી હતી.

કેસમાં લૉકડાઉનને કારણે એમ્બ્રોઈડરી ખાતામાં નોકરી કરતો યુવક ઘરે હતો એ દરમિયાન પાડોશમાં રહેતી સગીરા સાથે આંખ મળી હતી અને તેણીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર શારીરિક પ્રવેશ જાતીય હુમલો કર્યો હતો. જે દરમિયાન ગર્ભ રહ્યા બાદ લૉકડાઉન હળવું થતાં આરોપી ભાગી ગયો હતો. જોકે, પોલીસે ઉત્તરપ્રદેશથી આરોપીની અટક કરી હતી. જેણે કોર્ટની કાર્યવાહીમાં પણ વિલંબ કરવાની કોશિશ કરી હોવાની કોર્ટે નોંધ લીધી હતી. જોકે, ચુકાદા સમયે પણ આરોપી મજબૂત કારણ વિના ગેરહાજર રહેવા છતાં કોર્ટે સજા ફટકારી હતી અને સગીરાને ભોગ બનનારને વળતરની ગુજરાતની યોજના હેઠળ દોઢ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

કોર્ટની પરવાનગી બાદ ગર્ભપાત કરાયો

કેસમાં સગીરાને કમળો થતાં ઝાંપાબજારમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેણીને વારંવાર ઊલટીઓ થતી હતી અને બે મહિનાથી માસિક પણ આવ્યું ન હતું. જોકે, પરિવારે કમળાને કારણે આવું થતું હોવાનું માન્યું હતું પરંતુ ત્યારબાદ પણ પેટમાં દુઃખાવાની તકલીફ્ રહેતા માતાએ અન્ય મહિલા તબીબ પાસે સારવાર કરાવતા તેણીની સોનોગ્રાફ્ીમાં વીસ સપ્તાહનો ગર્ભ હોવાનું ખૂલ્યું હતું. જોકે, ફ્રિયાદ દાખલ થયા બાદ પરિવારે ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા કોર્ટે મેડિકલ ટર્મિનેશન ઓફ્ પ્રેગ્નન્સી (એમ.ટી.પી.) કરવાની મંજૂરી આપી હતી.

બાળાએ નામ નહીં જણાવતા તબીબની મદદ લેવાઈ

આ સમગ્ર કેસમાં પરિવાર દ્વારા કોના થકી ગર્ભ રહ્યો છે એની વારંવાર પૃચ્છા કરવા છતાં તેણી નામ જણાવતી ન હતી. જેને કારણે કોર્ટની મંજૂરી બાદ ચાઈલ્ડ સાઈકોલોજિસ્ટ તબીબ દ્વારા તેણીનું સતત કાઉન્સિલિંગ કરાયું હતું. જેને અંતે તેણી આરોપી યુવકનું નામ જણાવ્યું હતું. કેસમાં સરકાર તરફે એ.પી.પી. દિપેશ દવેએ કડક સજાની દલીલમાં જણાવ્યું હતું કે બાળા સગીરા હોવાનું જાણવા છતાં તેણે વારંવાર બળાત્કાર કર્યો છે અને તેના કારણે ગર્ભપાત કરાવાતા બાળાએ શારીરિક અને માનસિક યાતના વેઠવી પડી છે, જે સેશન્સ જજે ગ્રાહ્ય રાખી હતી.