ગુનો@નારોલ: એસીબીએ પોલીસ કર્મી અને ખાનગી માણસને લાંચ લેતા ઝડપી પાડ્યા,જાણો વિગતે

 એસબીને ફરિયાદીએ જાણ કરી હતી અને ટ્રેપ ગોઠવતા લાંચ લેવા આવનારની એસીબીએ ધરપકડ કરી લીધી હતી..
 
ગુનો@નારોલ: એસીબીએ પોલીસ કર્મી અને ખાનગી માણસને લાંચ લેતા ઝડપી પાડ્યા,જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

અમુક અધિકારીઓ લાંચ લેવાનો મોટો ગુનો કરે છે.આજના કર્મચારિયો કોઈ પણ કામ કરવા માટે લાંચ લઇ રહ્યા છે.ગુનેગારનો  ગુનો છુપાવા માટે પણ પોલીસ કર્મીઓ લાંચ લેતા હોય છે.આવીજ લાંચ  લેતા પોલીસ કર્મી પકડવાની ઘટના સામે આવી છે,જે  નારોલ ગામની છે.નારોલ ગામના પોલીસ કર્મી અને એક માણસ બંનેને  એસીબીએ લાંચ લેતા પકડી પડ્યા છે.નારોલ પોલીસ સ્ટેશનની હદમાં અઠવાડિયામાં બીજી વખત એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેતા પોલીસ કર્મી અને ખાનગી માણસને ઝડપી પાડ્યા છે.વાહન ચેકિંગ દરમિયાન એક ટુ-વ્હીલર ચાલક દારૂની બોટલ સાથે નારોલ પોલીસને હાથ લાગ્યો હતો. યુવક પોતાની પર કેસ નહીં કરવા અને વાહન જમા નહીં કરવા માટે થઈને કાકલૂદી કરવા લાગ્યો હતો.લાંચિયા પોલીસ કર્મીને કમાણીનું સાધન મળી ગયું હોય તેમ પોલીસ કર્મીએ રૂ.1 લાખની લાંચની માગણી શરૂઆતમાં કરી હતી અને વાહનની ચાવી કાઢી લીધી હતી, રકઝકના અંતે ~ ૨૫૦૦૦ આપીને મામલો થાળે પાડવાનું નક્કી થયું હતું.એસીબીના હાથે ઝડપાઈ જવાય નહીં તેથી પોતાના ખાનગી વ્યક્તિ શાહરૂખખાન પઠાણને રૂપિયા લેવા મોકલ્યો હતો.આ સમયે એસબીને ફરિયાદીએ જાણ કરી હતી અને ટ્રેપ ગોઠવતા લાંચ લેવા આવનારની એસીબીએ ધરપકડ કરી લીધી હતી.