ઘટના@બોડેલી: પ્રેમિકાએ લગ્નની ના પાડતા, યુવાને શારીરિક સંબંધ બાંધી હત્યા કરી નાંખી
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

બોડેલી તાલુકાના ઢેબરપુરા ગામની રેખા નામની યુવતીના આશરે 10 માસ પહેલા લગ્ન થયા હતા. પરંતુ કોઈ કારણસર રેખા તેની સાસરીમા ન રહતા તે પિતાના ઘરે રહેતી હતી. રેખાને ફાફટ ગામના યુવક અલ્પેશ તડવી સાથે પ્રેમ સંબંધ પણ હતો. અવાર નવાર મોકો મળતા તેવો એકાંતમાં મળતા આશરે 20-22  દિવસ પહેલા રેખા ગુમ થઈ હતી. પરિવારના લોકોએ શોધખોળ કરી પરંતુ તેના કોઈ સગળ મળતા ના હતા .અલ્પેશને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પણ પરણિત પ્રેમિકા સાથે કરેલા પાપ લીલાનો પર્દાફાશ થતા લોકો અલ્પેશ પર ફિટકાર વરસાવી રહયા છે.

તા.30- 12-21 ના રોજ  ગામનોજ એક યુવાન ખેતરમા કામ અર્થે ગયો હતો . જ્યા તેને ચંપલ અને વાળ અને નજીકમાં ખાડો ખોદાયો હોવાનું જણાતા તેને ગામ જઇ વાત કરી ગામના લોકો ખેતરમાં પહોંચ્યા હતા. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસને શંકા જતા ખાડાને ખોદવામાં આવ્યો તો પોલીસને જાણવા મળ્યું કે, જે યુવતી 20-22 દિવાસથી  ગુમ હતી તે જ યુવતીની લાશ હતી. યુવતીના પિતાએ પણ તેની ઓળખ કરી. પરણિત યુવતીની  કેમ હત્યા કરી દાટી દેવામાં આવી તે તરફ તપાસ હાથ ધરી તો જાણવા મળ્યું કે, આ યુવતીને ફાફટ ગામના અલ્પેશ તડવી નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પોલીસને જે વ્યક્તિ પર શંકા હતી તેની સાથે કડકાઈ ભરી પુછપરછ કરતાં યુવક ભાંગી પડ્યો અને પુરી હકીકત પોલીસને જણાવી દીધી.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

અલ્પેશ નામના યુવકને રેખા સાથે પ્રેમ સંબંધ હતો તે કુંવારો હતો અને રેખા સાથે તેને લગ્ન કરવા હતા. તે વારંવાર તેને એકાંત જગ્યાએ મળતો અને ભાગી જઇને લગ્ન કરવા બાબતે પ્રસ્તાવ મુકતો. પણ રેખાની સંમતિ એ બાબતે ન હતી . આ રીતે 20- 22 દિવસ પહેલા ઢેબરપુરાના સિમમાં આ બંને પ્રેમીઓ મળ્યા જ્યાં અલ્પેશે રેખા સાથે શારીરિક સંબન્ધ પણ બાંધ્યા અને ભાગી જઈ લગ્ન કરવાનો પ્રસ્તાવ મુકતા રેખાએ ફરી ઇન્કાર કર્યો હતો. અલ્પેશ ગુસ્સે ભરાયો હતો. તેણે રેખાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી અને ખેતરમાં નાનો ખાડો ખોદીને દાટી દીધી.  ત્યાર બાદ તે મોડી રાત્રિએ ઊંડો ખાડો ખોડી તેમાં મીઠું નાખી તેને દાટી દીધી. અલ્પેશને એવું હતું તેને કરેલા પાપની હવે કોઈને જાણ નહિ થાય .પણ તેને કરેલ કરતૂત અને તેનું પાપ બહાર આવી ગયું.