ચોંક્યાં@મહેસાણા: પરોઢીયે ગવારની આડમાં દારૂની હેરાફેરી, ટ્રક-કાર સહિત 30.72 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે મહેસાણા LCBની ટીમે વહેલી સવારે ચોક્કસ બાતમી મેળવી લાખોનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. રાજસ્થાનથી ટ્રકમાં પશુઆહારમાં વપરાતાં ગવારકોરમાના કોથળાની આડમાં વિદેશી દારૂ ભરીને મહેસાણા આવેલી ટ્રક ઝડપાઇ છે. LCBની બાતમી મળી હતી કે, આ દારૂ ભરેલી ટ્રક અને દારૂ લેવા આવનાર સ્વિફ્ટ કારનો ચાલક હાલ
 
ચોંક્યાં@મહેસાણા: પરોઢીયે ગવારની આડમાં દારૂની હેરાફેરી, ટ્રક-કાર સહિત 30.72 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે મહેસાણા LCBની ટીમે વહેલી સવારે ચોક્કસ બાતમી મેળવી લાખોનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. રાજસ્થાનથી ટ્રકમાં પશુઆહારમાં વપરાતાં ગવારકોરમાના કોથળાની આડમાં વિદેશી દારૂ ભરીને મહેસાણા આવેલી ટ્રક ઝડપાઇ છે. LCBની બાતમી મળી હતી કે, આ દારૂ ભરેલી ટ્રક અને દારૂ લેવા આવનાર સ્વિફ્ટ કારનો ચાલક હાલ રામોસણા-પાલોદર રોડ પર ઉભેલ છે. જેથી તાત્કાલિક રેઇડ કરી તમામ 3 ઇસમોને ઝડપી પાડ્યા છે. આ સાથે 2.46 લાખના દારૂ સાથે કુલ કિ.રૂ.30,72,790નો મુદ્દામાલ જપ્ત કરી ઇસમો વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહીના આદેશ આપેલ છે. જે અનુસંધાને LCB PI બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ LCB PSI એ.કે.વાઘેલાની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન આજે વહેલી સવારે પાંચેક વાગ્યા આસપાસ રામોસણા-પાલોદર રોડ પર આવેલ રાધે ઇન્ડસ્ટ્રીઝની સામે ઉભેલ ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના ઇસમો દારૂ ભરી મહેસાણા આવ્યા હતા. જ્યાં મહેસાણા ખાતે અન્ય એક સ્વિફ્ટ કાર લઇ ઇસમ દારૂ લેવા આવ્યો હતો. જોકે દારૂ સગેવગે થાય પહેલાં જ LCB ત્રાટકતાં દારૂ સહિત કુલ કિ.રૂ.30,72,790નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

ચોંક્યાં@મહેસાણા: પરોઢીયે ગવારની આડમાં દારૂની હેરાફેરી, ટ્રક-કાર સહિત 30.72 લાખનો મુદ્દામાલ જપ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોરોનાકાળમાં પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સતત પ્રોહિબિશન કેસોમાં સક્રિય રહેતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજે વહેલી સવારે કરાયેલ કાર્યવાહીમાં ટ્રકમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ-30 બોટલો નંગ-1674 કિ.રૂ.2,46,990નો દારૂ ઝડપાયો છે. આ સાથે રોકડ રકમ રૂ.1300, મોબાઇલ ફોન નંગ-4, કિં.રૂ.23,000, ગવારકોરમા કિ.રૂ.10,00,000, ટ્રકની કિ.રૂ.15,00,000 અને કારની કિ.રૂ.3,00,000 મળી કુલ કિ.રૂ.30,72,790નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ સાથે સ્થળ પરથી ગીરીશજી ઉર્ફે મામુ જેણાજી ડાભી, રહીમખાન મંગલીયા અને ફતેખાન ખાલતને ઝડપી લેવાયા છે. આ તરફ શકરૂખાન અને શંભુસિંહ સહિત કુલ પાંચ ઇસમો વિરૂધ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે પ્રોહી એક્ટની કલમ 65(A)(E), 81, 83, 98(2) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવતાં વધુ તપાસ હાથ ધરી છે.

ચોંક્યાં@મહેસાણા: પરોઢીયે ગવારની આડમાં દારૂની હેરાફેરી, ટ્રક-કાર સહિત 30.72 લાખનો મુદ્દામાલ જપ્ત
આ લોકો સામે નોંધાઇ ફરીયાદ