ક્રાઈમ@રામોલ: પરિણીતા પર પ્રેમીએ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યુ, ઈસમ સામે પોલીસ ફરિયાદ

 ખેતરમાં પતિ આવી જતા પતિ અને પ્રેમી વચ્ચે ઝપાઝપી થઈ 
 
ચોંક્યાં@મહેસાણા: રાજસ્થાનથી યુવતિને મજૂરી અર્થે લાવી ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો, 11 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

 બદનામ કરવાની ધમકી આપી યુવક ફરાર

આણંદ : પેટલાદ તાલુકાના રામોલ ગામની પરિણીતા સાથે પ્રેમસંબંધ બંધાયા બાદ યુવાને તેણીને ખેતરમાં બોલાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારતા મામલો મહેળાવ પોલીસ મથકે પહોંચ્યો છે.

પોલીસે પરિણીતાની ફરીયાદને આધારે પ્રેમી વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રામોલ ગામે રહેતી ૨૮ વર્ષીય પરિણીતાને ગામમાં જ રહેતા દશરથ ઉર્ફે પોચીયો વિનુભાઈ ચાવડા સાથે છ મહિના પહેલા આંખ મળી ગઈ હતી. જેથી બંને ખાનગીમાં મળવા સાથે ફોન ઉપર વાતચીત કરતા હતા. ગત રોજ બપોરના સુમારે દશરથ ઉર્ફે પોચીયાએ પરિણીતાને ફોન કરી બાજરીના ખેતરમાં બોલાવતા પરિણીતા ત્યાં ગઈ હતી અને હવે તું મને ફોન દ્વારા કે કોઈપણ રીતે સંપર્ક કરીશ નહીં અને આપણા સંબંધો અહીંયાથી પુરા તેવું કહ્યું હતું. જેથી દશરથ ઉર્ફે પોચીયો એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણીને પકડી લઈ આખા ગામમાં બદનામ કરી નાંખવાની ધમકી આપી હતી. બાદમાં દશરથ ઉર્ફે પોચીયાએ પરિણીતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. જો કે પરિણીતાનો પતિ શોધતા શોધતા બાજરીના ખેતરમાં આવી જતા દશરથ ઉર્ફે પોચીયાએ ભાગવાના પ્રયાસ કર્યો હતો. જો કે પતિએ તેને પકડી લેતા બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ સમયે દશરથ ઉર્ફે પોચીયાએ ગામમાં બદનામ કરી નાંખવાની ધમકી આપી સ્થળ પરથી નાસી છૂટયો હતો. આ બનાવ અંગે પરિણીતાએ મહેળાવ પોલીસ મથકમાં ફરીયાદ આપતા પોલીસે દશરથ ઉર્ફે પોચીયા વિરુધ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.