સુરતઃ પરિણીતા પર સસરાના અત્યાચારની કહાની સાંભળી તમારા રૂવાટા પણ ઉભા થઇ જશે, એકવાર જરૂર વાચાં
file photo
પરિણીતાએ જણાવ્યું હતું કે, તેણીના સસરાએ પહેલા તેને ઠંડા પાણીએ નવડાવી હતી અને બાદમાં ગરમ પાણી તેના શરીર પર ફેંકી દીધું હતું.

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં પરિણીતા પર અત્યાચારની ઘટના સામે આવી છે. દાઝેલી હાલતમાં પરિણીતા હોસ્પિટલ પહોંચી હતી અને તબીબ સામે જે જણાવ્યું તે જાણીને સૌ કોઈ ચોકીં ઉઠ્યા હતા. પરિણીતાએ જણાવ્યું હતું કે, તેણીના સસરાએ પહેલા તેને ઠંડા પાણીએ નવડાવી હતી અને બાદમાં ગરમ પાણી તેના શરીર પર ફેંકી દીધું હતું. બીજી તરફ પતિ અને 17 વર્ષનો દીકરો માત્ર તમાશો જોયા કરે છે. તેવો આક્ષેપ પણ પરિણીતાએ કર્યો હતો.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

સુરતની સિવિલ હોસ્પિટલમાં દાઝી ગયેલી હાલતમાં પરિણીતા સારવાર માટે પહોંચી હતી. તબીબોએ તેની પૂછપરછ કરતા તેણે જે જણાવ્યું હતું કે, તેના લગ્નને ૨૨ વર્ષ થઇ ગયા છે. સંતાનમાં એક દીકરો છે. આજે સવારે સાસુએ કહ્યું કે વહુએ મારા પર પાણી રેડ્યું છે એટલે સસરા દોડી આવ્યા હતા અને મને બાથરૂમમાં ઘુસી મને જબરદસ્તી ઠંડા પાણીએ નવડાવી હતી. અને બાદમાં ગરમ પાણી શરીર પર ફેક્યું હતું. જો કે મોઢું બચાવવા હું ફરી ગયી હતી જેથી પીઠના ભાગે દાઝી છું.

વધુમાં તેણે જણાવ્યું હતું કે, આ ઘટના બની હતી ત્યારે પતિ અને પુત્ર માત્ર તમાશો જોઈ રહ્યા હતા. સતત ત્રણ દિવસથી મને માર મારી રહ્યા છે. અઢી વર્ષથી આ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. વધુમાં તેણીએ આક્ષેપ કર્યો હતો કે પતીની કોઈ ચઢામણી કરે તો મને માર પડે છે. અવાર નવાર માર મારતા આવ્યા છે, પોલીસની મદદ લીધી તો કલાકો સુધી ઘર બહાર રહેવા મજબૂર બની હતી. બસ હવે આ તમામ તકલીફોમાંથી માત્ર મોત જ બહાર કાઢી શકે છે. ૧૦૦ નબર પર ફોન કરું તો પણ ઘરના સભ્યો માર મારે છે. હું કંટાળી ગયું છું હવે. માતા-પિતાના મૃત્યુ બાદ માત્ર ભાઈ છે. મધ્યસ્થી થાય તો એને પણ મારવાની ધમકી આપે છે. જો કે પરિણીતાની વ્યથા સાંભળી તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા.