ક્રાઇમ@અમદાવાદ: 17 વર્ષીય સગીરાએ નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો, જાણો કારણ
Aug 13, 2026, 12:06 IST
આરોપી પતિ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પેટલાદની એક 17 વર્ષીય સગીરાએ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પતિના સતત શારીરિક-માનસિક ત્રાસ અને ઘરમાંથી કાઢી મૂકવાના વર્તનથી કંટાળીને સગીરાએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.મૃતક સગીરાએ ફરદીન શેખ નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ જ પતિ ફરદીન શેખ દ્વારા તેને સતત શારીરિક અને માનસિક યાતનાઓ આપવામાં આવતી હતી. પતિએ તેણીને ઘરની બહાર કાઢી મૂકી હતી.
સતત મળતા ત્રાસ અને ઘરબાર વિનાની થઈ ગયેલી સગીરાએ અત્યંત હતાશ થઈને સાબરમતી નદીમાં કૂદી પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. ઘટના અંગે જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સગીરાને આપઘાત કરવા મજબૂર કરવાના ગંભીર મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે.

