ગુનો@અમદાવાદ: ચાર શખ્સોએ યુવકને લૂંટી લીધો,પોલીસની ઓળખ આપી ATMમાંથી પડાવી લીધા પૈસા
શખ્સોએ યુવક પાસેથી ATMમાંથી નાણા કઢાવી બાદમાં ફરાર થઇ ગયા હતા.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ શહેરના મેમ્કો ચાર રસ્તા પાસે એક્ટિવા પર જઈ રહેલા એક યુવકને બે બાઈક પાર આવેલા ચાર લોકોએ રોકીને પોલીસની ઓળખ આપી લૂંટી લીધો હતો. આ શખ્સોએ યુવક પાસેથી ATMમાંથી નાણા કઢાવી બાદમાં ફરાર થઇ ગયા હતા. યુવકે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા ભોગ બનનાર 35 વર્ષીય યુવક પ્રદીપ મહેશભાઈ શાહે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ મેમ્કો ચાર રસ્તા પાસે આનંદ સર્જીકલ હોસ્પિટલ પાસેથી પસાર થઇ રહ્યો હતો.આ શખ્સોએ યુવક પાસે રૂ.1,68,470 ની માંગણી કરી હતી અને નાણા આપવાની ના કહેતા યુવકને ગાળો આપી તમાચા પણ માર્યા હતા. બાદમાં આ શખ્સો ભોગ બનનાર યુવકને એક્ટિવા પાછળ બેસાડી કૃષ્ણનગરમાં સરદાર ચોક પાસે આવેલા SBI બેન્કના ATMમાં લઈ ગયા હતા અને ATMમાંથી રૂ.40,000 અને યુવક પાસેથી રોકડા રૂ.10,000 એમ કુલ રૂ.50,000 પડાવી લીધા હતા.