ગુનો@આણંદ: વડોદરાના યુગલે એજન્ટ સાથે 82 લાખની ઠગાઈ આચરી

 
ફ્રોડ

આણંદમાં રહેતા જિજ્ઞેશ મેઘા વિદ્યાનગર ખાતે ટૂર્સ એન્ડ ટાર્વેલ્સનો ધંધો કરે છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

શહેરના રેસકોર્સ વિસ્તારના સ્ટરિચ એજ્યુકેશનના વિઝા કન્સલટન્ટ પતિ અને પત્નીએ વિઝા અપાવવાને બહાને 6 લોકો પાસે ઍડવાન્સ પેટે રૂા.82.60 લાખ લીધાં હતાં.તેમ છતાં વિઝાનું કામ ન કરી વિદેશ ફરાર થયેલા પતિ અને પત્ની વિરુદ્ધ ગઈકાલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ઠગાઈનો ગુનો નોંધાયો હતો.

આણંદમાં રહેતા જિજ્ઞેશ મેઘા વિદ્યાનગર ખાતે ટૂર્સ એન્ડ ટાર્વેલ્સનો ધંધો કરે છે. 2021માં જિજ્ઞેશને તેમના મિત્ર થકી રેસકોર્સના સ્ટેચીર એજ્યુકેશનના માલિક નીરજ પરમાનંદ પટેલ અને તેમના પત્ની રિપલબેન (બંને રહે.અર્થ સોમનાથ, ગોત્રી-સેવાસી રોડ) સાથે પરિચય થયો હતો. નિરજ અને રિપલે તે સમયે જીજ્ઞેશને કહયું હતું કે, તેઓ વર્ક પરમિટ, રેસિડન્સ પરમિટ અને વિઝિટર વિઝાનું કામ કરે છે. જે છોકરાઓને વિદેશ જવું હોય તેઓની પાસપોર્ટની કોપી પણ બંનેએ મંગાવી હતી.

UK, USA અને યુરોપ જવા ઇચ્છતા છોકરાઓને પહેલાં દુબઇ જવું પડશે. દુબઇમાં પ્રોફાઇલ બન્યાં બાદ વિઝા સરળતાથી મળશે તેવી પણ દંપતીએ વાત કરી હતી. રૂા.6 લાખ ઍડવાન્સ ફી નક્કી કરી હતી. જે પૈકી 3 લાખ ભારત અને બીજા 3 લાખ દુબઇ પહોંચ્યાં બાદ આપવાનું નક્કી થયું હતું.