ક્રાઇમ@ભરૂચ: પોલીસ હેડ કવાટર્સમાં પોલીસકર્મીએ ખુદને મારી ગોળી, આત્મહત્યા પાછળનું કારણ અકબંધ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભરૂચથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભરૂચ પોલીસ હેડ કવાટર્સમાં પોલીસ કર્મીએ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાળાએ ખુદને ગોળી મારી જીવન ટૂંકાવ્યુ હતું. બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન છે. આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી ક્યુઆરટી વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કિરીટ વાળા ફરજ બજાવતા હતા.
આજે બપોરના સમયે તેમને અને તેમની પત્ની વચ્ચે દાંપત્ય જીવનને લઈને તકરાર થતા મામલો ગરમાયો હતો તેમની પત્ની ઘરેથી નીકળી જતા રોષે ભરાયેલા કિરીટ વણકરે પોતાની સર્વિસ ગનથી ફાયરિંગ કરી જીવન લીલા સંકેલી લેતા દોડધામ મચી જવા પામી હતી. નાયબ પોલીસ અધિક્ષક ગાંગુલી અને પોલીસ હેડ ક્વાર્ટરના અધિકારીઓ અને સ્ટાફ ઘનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે ઘણા સ્થળની સ્થિતિનો તાગ મેળવવા સાથે આ પગલું ભરવા પણ તપાસ શરૂ કરી છે. આ મામલાને લઈ ભરૂચ પોલીસ તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.