ગુનો@હળવદ: હોટેલમાં ટ્રક-ટ્રેઇલરમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ, છની ધરપકડ

 
ગુનો

શખ્‍સોને કુલ કિ.રૂ ૨૦,૪૬,૪૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુખપર ગામ નજીક આવેલ કનૈયા હોટલ ખાતે ટ્રક- ટ્રેઇલરોની ટાંકીમાંથી ડ્રાઇવરોની જ સાઠગાંઠથી ડીઝલ ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ કરી છ શખ્‍સોને કુલ કિ.રૂ ૨૦,૪૬,૪૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને બાતમી મળેલ કે સુખપર ગામ નજીક કનૈયા હોટલ ખાતે હોટલ માલિક તથા હોટલનો કામદાર ટ્રેઇલરના ડ્રાઇવરો સાથે મળી ગુનાહીત કાવત્રુ રચી ટ્રક ટ્રેઇલર ની ડીઝલની ટાંકીમાંથી ડિઝલની ચોરી કરી ડ્રાઇવરો પાસેથી ઓછી કિંમતે ડિઝલની ખરીદી કરી હોટલમાં સંગ્રહ કરી, અલગ અલગ વાહનોમાં બજાર ભાવ કરતા ઓછી કિંમતે પુરી આપે છે.

જેના આધારે હળવદ પોલીસે રેઇડ કરી જયેશભાઈ બાબુલાય સિંધવ ઉ.વ.૪૦, કિશનભાઈ મગનભાઈ જાદવ ઉ.વ.૪૦, સરવનસિંહ ગૌસાસિંહ રાવત ઉ.વ.૩૨ કિશનસિંહ બાબુસિંહ રાવત ઉ.વ. ૨૪, બલવીરસિંગ માંગુમસિંગ રાવત ઉ.વ.૨૮, મદનસિંહ મોહનસિંહ રાવત ઉ.વ.૨૮ને ૧૧૫ લીટર ડીઝલ અને બે ટ્રેઇલર મળી કુલ રૂ. ૨૦,૪૬,૪૨૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્‍યા છે.આ કામગીરીમાં હળવદ પીઆઇ ડી.એમ.ઢોલ, પો.સબ.ઇન્‍સ વી.પી.વ્‍યાસ,, સર્વેલન્‍સ ટીમ તથા હળવદ પો.સ્‍ટે. એ,બી, બીટ સ્‍ટાફ રોકાયેલ હતો.