ક્રાઇમ@મોઢેરા: તું કેમ દોઢડાહ્યો થાય ? તેમ કહી સરપંચના પતિને માર માર્યો, 4 ઇસમ સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, બેચરાજી બેચરાજી તાલુકાના ગામે ઇસમોએ સરપંચના પતિને ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે ફરીયાદી ગામમાં લીકેજ પાણીની પાઇપનું સમારકામ કરી પરત આવતાં હતા. આ દરમ્યાન ગામના ઇસમો રસ્તા વચ્ચે ઉભા હોઇ તેમને સાઇડમાં જવા કહેતાં ઇસમો ઉશ્કેરાઇ ગયા હતા. જે બાદમાં તારી પત્નિ સરપંચ છે તો
 
ક્રાઇમ@મોઢેરા: તું કેમ દોઢડાહ્યો થાય ? તેમ કહી સરપંચના પતિને માર માર્યો, 4 ઇસમ સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, બેચરાજી

બેચરાજી તાલુકાના ગામે ઇસમોએ સરપંચના પતિને ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે ફરીયાદી ગામમાં લીકેજ પાણીની પાઇપનું સમારકામ કરી પરત આવતાં હતા. આ દરમ્યાન ગામના ઇસમો રસ્તા વચ્ચે ઉભા હોઇ તેમને સાઇડમાં જવા કહેતાં ઇસમો ઉશ્કેરાઇ ગયા હતા. જે બાદમાં તારી પત્નિ સરપંચ છે તો તું કેમ દોઢડાહ્યો થાય તે તેમ કહી ગાળાગાળી કરી ગડદાપાટુનો માર માર્યો હતો. ઘટનાને લઇ તેમને ઇજાઓ પહોંચતાં મહેસાણા સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટના બાદ મહિલા સરપંચના પતિએ ચાર ઇસમ સામે મોઢેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના સુજાણપુરા ગામે મહિલા સરપંચના પતિને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. સુજાણપુરાના મહિલા સરપંચ કંકુબેન ઠાકોરના પતિ રમેશજી કુબેરસંગ ઠાકોર ગઇકાલે ગામમાં લીકેજ પાણીની લાઇન રીપેર કરી પરત આવતાં હતા. આ દરમ્યાન ગામના સુરજ રાજેન્દ્રસિંહ દરબાર, તખતસંગ વીરસંગ, રામભા વીરસંગ દરબાર ઉર્ફે બોડીયા અને એક કાળા શર્ટવાળો અજાણ્યો વ્યક્તિ રસ્તા વચ્ચે ઉભા હતા. જે બાદમાં રમેશજી ઠાકોરે રસ્તા વચ્ચેથી સાઇડમાં ઉભુ રહેવાનું કહેતાં ઇસમોએ ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સુરજ દરબારે તારી પત્નિ સરપંચ છે તો તું કેમ દોઢડાહ્યો થાય છે ? તેમ કહી રમેશજી ઠાકોરની ફેંટ પકડી હતી. જે બાદમાં ઇસમોએ ભેગા પડી તેમને ધોકો મારી નીચે પાડી દઇ ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ દરમ્યાન હોબાળો થતાં ગામના વ્યક્તિઓ આવી જતાં રમેશજીને વધુ મારમાંથી છોડાવ્યા હતા. આ તરફ જતાં-જતાં ઇસમોએ હવે પછી એકલો મળીશ તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. ઘટના બાદ રમેશજીને મહેસાણાની ગેલેક્સી હોસ્પિટલમાં લઇ ગયા બાદ તેમને ચાર સામે મોઢેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે કુલ ચાર ઇસમ સામે આઇપીસી 323, 504, 506(2), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.