ગુનો@નવસારી: દારૂના જથ્થા સાથે,8 વાહનો અને અંદાજે એક કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

 
નવસારી

 અધિકારીઓને માહિતી મળી હતી તેના આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

એસએમસી ના અધિકારીઓએ માહિતીને આધારે નવસારીમાંથી 25.42 લાખના દારૂ તથા આઠ વાહનો અને અન્ય સામાન સાથે કુલ રૂ. 98,27,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી જ્યારે ફરાર 9 આરોપીની શોધ હાથ ધરી છે.લોકસભાની ચૂંટની જેમ નજીક આવતી જાય છે તેમ બુટલેગરો બેફામ થી રહ્યા છે.

બીજીતરફ પોલીસે પણ તેમની ફરતે ગાળિયો મજબુત બનાવ્યો છે. જેમાં એસએમસીના અધિકારીઓને માહિતી મળી હતી કે નવસારીમાં રાહેજા વિલેજ ખાતે રામજી મંદિર સામેના ખુલ્લા પ્લોટમાં દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. તેના આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો.અહીંથી પોલીસે રૂ, 25,41,000 નો વિદેશી દારૂ, આઠ વાહનો, પ્લાસ્ટિકના શેડના 80 બંડલ વગેરે મળીને કુલ રૂ. 98,27,000 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે મુંબઈના ગોવંડીના રહેવાસી મહેબુબ બાશા શેખ (ટ્રક ડ્રાઈવર)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મોકલનારા માણિક પાટીલ સહિત નવ આરોપી સામે ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે. એસએમસીના પી.આઈ.સી.એચ.પનારા અને તેમની ટીમે આ કામગીરી બજાવી હતી. આ અંગે વધુ તપાસ ગણદેવી પોલીસ કરી રહી છે.