ગુનો@પાટણ: યુનિવર્સીટીના પ્યુને આચર્યું કૌભાંડ,જરૂરિયાતમંદ પાસેથી લાખો રૂપિયા લીધા અને થયો ફરાર

 
યુનિવર્સિટી

નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતની પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી ફરી એક વાર વિવાદમાં આવી છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીના MSCIT વિભાગના એક કરાર આધારિત પ્યુન સેવકે યુનિવર્સિટીમાં નોકરી મળી જશે.હાલ આ સમગ્ર મામલે નરેશ સોલંકી નામના યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો બીજી તરફ નોકરી વાછુંએ જ્યારે ખબર પડી કે તેમની સાથે છેતરપિડીં થઈ છે ત્યારે તેમણે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.લાખો રૂપિયાનું કૌભાંડ આચરીને આ શખ્સ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

 

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુનિવર્સિટીના એક ડિપાર્ટમેન્ટની મંડળીના રૂપિયા પણ નરેશે ચાઉ કર્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે પોલીસે તપાસ આદરી છે. આ પહેલા પણ પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી અલગ અલગ કારણોસર વિવાદમાં આવી ગઈ છે.