ક્રાઇમ@રાજસ્થાન: મસ્જિદના મૌલવીને 3 વ્યક્તિઓએ ઢોરમાર મારી કરી હત્યા, જાણો ઘટના વિગતે

 
ક્રાઇમ

ભારતીય દંડ સંહિતા કલમ 302 હેઠળ ફરિયાદ નોંધી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજસ્થાનના અજમેરથી એક ચોકવનારી ઘટના સામે આવી છે. અજમેરની એક મસ્જિદના મૌલવીને મોઢુ ઢાંકીને આવેલા 3 વ્યક્તિઓએ ઢોરમાર મારીને તેમની હત્યા કરી છે. મૃતક મોહમ્મદ માહિર તેમના 6 બાળકો સાથે કંચન નગરની મસ્જિદમાં સુઇ રહ્યા હતા.આ ઘટના મામલે પોલીસે જણાવ્યુ હતુ કે આરોપીઓએ કથીક રીતે મસ્જિદમાં ઘુસીને આ ધટનાને અંજામ આપ્યો હતો. મૃતક ઉત્તર પ્રદેશના રામપુરના રહેવાસી હતા અને તેમની ઉંમર 30 વર્ષની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર મૌલવીને લાકડીઓ વડે મારવામાં આવ્યા હતા. મૌલવીએ તેમના બાળકોને મદદ માટે બુમ પાડી ત્યારે, આરોપીઓએ મૌલવીના બાળકોને જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી. પોલીસે વધુ જણાવતા કહ્યુ કે આરોપીઓએ મૌલવીનો મોબાઇલ પણ લઇ લીઘો હતો જેના કારણે તેમના બાળકો કોઇને મદદમાટે ફોન ના કરી શકે.આરોપીના ઘટના સ્થળેથી ભાગી ગયા બાદ મૌલવીના બાળકો મસ્જિદની બહાર આવીને તેમના પડોશીઓને આ ઘટના વિશે જણાવ્યું છે.

પોલીસે જણાવ્યુ છે કે, અત્યાર સુધી કોઇની ઘરપકડ કરવામાં આવી નથી, પરંતુ તેમની ઓળખ કરીને તેમને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા એ વિસ્તારના CCTV ફુટેજ શોધી રહી છે. ભારતીય દંડ સંહિતા કલમ 302 હેઠળ ફરિયાદ નોંધી છે. પોલીસે જણાવ્યુ હતુ કે, મૌલવી બાળકોને ભણાવતા હતા.હાલ મૌલવીના મૃતદેહને તેમના પરિવારજનોને સોપવામાં આવ્યો હતો. પોલીસ આ ઘટનાની બઘા જ એંગલીથી તપાસ કરી રહી છે.