ગુનો@રાજકોટ: ફ્રેન્ચાઈઝી બાબતે વાતચીત કરી ૨૧.૬૬ લાખ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી આચરી છેતરપિંડી

 
પોલિશ સ્ટેશન

પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટ શહેરમાં રહેતા વેપારીને કંપનીની ફ્રેન્ચાઈઝી લેવા બાબતે ફોનમાં વાતચીત કરી ફ્રેન્ચાઈઝી પેટે કટકે કટકે RTGS અને NEFT થી બેંકમાં ટ્રાન્સફર કરાવી કુલ રૂ ૨૧.૬૬ લાખ ની રકમ મેળવી ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાઈ છે રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર એ.પી.પાર્ક શેરી નં ૧ માં રહેતા કપિલભાઈ ધનજીભાઈ કાવર નામના વેપારીએ આરોપી વીનેશ શુક્લા, આશિષ પાંડે અને મનશુંસિંગ જેના એમ ત્રણ આરોપીના નામ અને નંબર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે .

જેમાં જણાવ્યું છે કે આરોપીઓએ ડીકેથલોન સ્પોર્ટ્સ ઇન્ડિયા પ્રા.લી. કંપનીના માણસો તરીકે ઓળખ આપી ફ્રેન્ચાઈઝી લેવા બાબતે આરોપીએ પોતાના ઈમેલ એડ્રેસ પર વેપારી સાથે વાતચીત કરી હતી.ફરિયાદી સાથે ફોનમાં વાતો કરી કંપનીની ફ્રેન્ચાઈઝી પેટે ફરીયાદી પાસેથી આરોપીઓએ કટકે કટકે RTGS થી અને NEFT થી બેંક ઓફ મહારાષ્ટ્રના બેંક એકાઉન્ટમાં કુલ રૂ ૨૧,૬૬,૦૦૦ ભરાવી ફરિયાદી વેપારી સાથે રૂ ૨૧.૬૬ લાખની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે રાજકોટ એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે