ગુનો@સુરત: ACBએ સપાટો બોલાવીને 5 લાખની લાંચ લેતા વચેટિયાને ઝડપ્યો

 
કહે્યવાહી
ફરિયાદીને ઇકો સેલની કચેરીએ લાવી તેના ભાગીદારને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

એક તરફ રાજ્ય સરકાર જ્યાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને રાજ્ય બનાવવાના વચનો આપી રહી છે ત્યારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જ ભ્રષ્ટાચારના ખપ્પરમાં ખદબદી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. સુરતમાં ACBએ સપાટો બોલાવીને 5 લાખની લાંચ લેતા વચેટિયાને ઝડપી પાડ્યો છે.મળતી માહિતી મુજબ, સુરત ACB દ્વારા ટ્રેપ ગોઠવીને ASI વતી લાંચ લેવા આવનાર વચેટિયાને ઝડપી પાડવામાં આવ્યો છે. ACB દ્વારા કતારગામ સ્થિત અલકાપુરી સર્કલ બ્રિજ પાસે ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં વચેટિયો આબાદ ઝડપાઇ ગયો છે.

પોલીસનું કહેવું છે કે પકડાયેલ આરોપી સુરત ECO સેલના આર્થિક ગુન્હા નિવારણ શાખાના ASI સાગર સંજયભાઈ પ્રધાન વતી લાંચ સ્વીકારવા આવ્યો હતો. હાલ ASI સાગર પ્રધાન વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને લાંચ લેતા ઝડપાઇ જનાર વચેટિયા ઉત્સવ પ્રધાન વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.સમગ્ર મામલે પોલીસે જણાવ્યું છે કે ફરિયાદીના ભાગીદાર સામે મુંબઈના છેતરપીંડીનો ગુનો દાખલ થયો હતો. જે મામલે, ASI સાગર પ્રધાન ફરિયાદી અને તેના ભાગીદારને ઇકો સેલ ખાતે લઈ આવ્યા હતા.

ફરિયાદીની ઓફિસમાંથી લેપટોપ, DVR ,કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પણ લઈ આવ્યો હતો. ફરિયાદીને ઇકો સેલની કચેરીએ લાવી તેના ભાગીદારને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. ઓફિસમાંથી લઈ આવેલ સામાન પરત આપવાના અવેજ પેટે RU2 15 લાખની લાંચ માંગી હતી. પતાવટના અંતે 5 લાખમાં સમાધાન થયું હતુ. જે મામલે નવસારી ACB દ્વારા છટકું ગોઠવી રૂ 5 લાખની લાંચ લેતા વચેટિયાને ઝડપી પડ્યો છે.