ગુનો@સુરેન્દ્રનગર: વ્યાજખોરોએ હદ વટાવી, પૈસા માટે 2 મહિલા સહિત બાળકોને ઉઠાવી લીધા,જાણો સમગ્ર મામલો વિગતે

 
પોલિસ સ્ટેશન
વ્યાજખોરોનાં ત્રાસથી પરિવારજનો કંટાળી અન્ય જગ્યાએ રહેવા પહોંચ્યો હતો. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. વ્યાજખોરોએ હવે હદ વટાવી છે. પૈસાની જરૂરીયાત હોઈ યુવકે વ્યાજે પૈસા લીધા હતા. જે બાદ વ્યાજખોર દ્વારા અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરવા માટે બાળકોનું અપહરણ કર્યું હતું. ત્રણ શખ્શોએ 2 મહિલા અને 2 બાળકોનું અપહરણ કર્યું હતું.

સુરૈઈ ગામે વ્યાજે આપેલ પૈસાની ઉઘરાણી બાબતે મહિલા તેમજ બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. વ્યાજખોરોનાં ત્રાસથી પરિવારજનો કંટાળી બીજી જગ્યાએ રહેવા પહોંચ્યો હતો. ત્યારે પરિવારજનો શાંતિથી વિંછીયા તાલુકાનાં રૂપાવટીનો પરિવાર સુરેઈ ગામે સબંધીને ત્યાં રહેવા આવ્યો હતો. જે બાબતની જાણ વ્યાજખોરોને થતા વ્યાજખોરો દ્વારા રાત્રીના સુમારે ત્યાં પહોંચી ત્રણ લોકોનું અપહરણ કરી રાત્રે ઘરે મૂકી ગયા હતા.

વ્યાજખોરો દ્વારા વ્યાજખોરો દ્વારા 2 મહિલાઓ તેમજ બાળકોનું અપહરણ કર્યું હતું. જે બાબતે પરિવારજનોઓએ અપહરણકારો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ત્યારબાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ચોટીલા પોલીસે ગણતરીનાં કલાકોમાં જ બંને શખ્શોને ઝડપી પાડ્યા હતા.