સંકટ@ભરૂચઃ નદીકાંઠાનાં ઝૂંપડાઓ ડૂબ્યા, covid-19 સ્મશાન પાણીમાં ગરકાવ

અટલ સમાચાર, ડેસ્ક સરદાર સરોવર ડેમમાં વિપૂલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ડેમમાંથી લાખો ક્યૂસેક પાણી છોડાયુ છે. હજુ પણ પાણી છોડાઈ તેવી શક્યતા છે. જેના કારણે ગોલ્ડન બ્રિજ પર 6 વાગ્યા સુધીમાં નર્મદા નદીની જળસપાટી 28 ફુટે પહોંચી છે. આ સપાટી બેથી ત્રણ ફુટ વધે તો નર્મદાના નીર શહેરમાં પ્રવેશી શકે છે. પૂરના સંકટ
 
સંકટ@ભરૂચઃ નદીકાંઠાનાં ઝૂંપડાઓ ડૂબ્યા, covid-19 સ્મશાન પાણીમાં ગરકાવ

અટલ સમાચાર, ડેસ્ક

સરદાર સરોવર ડેમમાં વિપૂલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ડેમમાંથી લાખો ક્યૂસેક પાણી છોડાયુ છે. હજુ પણ પાણી છોડાઈ તેવી શક્યતા છે. જેના કારણે ગોલ્ડન બ્રિજ પર 6 વાગ્યા સુધીમાં નર્મદા નદીની જળસપાટી 28 ફુટે પહોંચી છે. આ સપાટી બેથી ત્રણ ફુટ વધે તો નર્મદાના નીર શહેરમાં પ્રવેશી શકે છે. પૂરના સંકટ વચ્ચે વહીવટીતંત્ર સજ્જ થયુ છે.

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પૂરથી અસરગ્રસ્ત થનારા બે હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાની કવાયત કરાઈ છે. આ ઉપરાંત ભરૂચ ગોલ્ડન બ્રીજ પાસે નદી કિનારે એક સ્મશાન ગૃહ તૈયાર કરવામાં આવ્યું છે . આ સ્મશાન ગૃહમાં કોરોના પોઝિટિવ અથવા સંકસ્પદ કોરોનાથી મૃત્યુ પામનારા ના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. પરંતુ આજે જ્યારે નર્મદા નદીનું લેવલ 26 ફૂટ પર પહોંચતા કોરોના મૃતકોની બોડી કમર સુધી પાણીમાં લાઇજવાનો વારો આવ્યો હતો .

રવિવારે સાંજ સુધીમાં 28 ફુટની સપાટી વટાવી ચૂક્યુ હતું. જેના કારણએ નર્મદા નદીનાં ધસમસતા પ્રવાહે શહેરના સીમાડે દસ્તક દીધી છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં પણ મેઘરાજા લાંબી ઈનિંગ રમી રહ્યા છે. મુશળધાર વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. કુલ 10.16 લાખ કયૂસેક પાણીનો ભરાવો નર્મદા ડેમમાં થયો છે. જેની સામે 9.22 લાખ ક્યૂસેક પાણી તબક્કાવાર છોડાઈ રહ્યુ છે. ડેમમાંથી પાણી છોડવાની પ્રક્રિયા થઈ હોવાથી ભરૂચમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી ઉપર આવી રહી છે. બે વાગ્યા સુધીમાં જળસ્તર 27.22 ફુટ થયુ છે. જે રવિવારની સાંજ સુધીમાં 28 ફુટ ઉપર પહોંચી હતી.

નર્મદાની જળસપાટી વધવાની મહત્તમ શક્યતા હોવાના કારણે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ થયુ છે. ગોલ્ડનબ્રિજ, કસક, દાંડિયા બજાર, ફુરજા સહિતની ઝુપડપટ્ટીઓમાં રહેતા લોકોને સલામત સ્થળે મોકલાયા છે. રવિવાર સુધીમાં 2013 લોકોનું રેસ્ક્યૂ કરાયુ છે. જેમાં ભરૂચ શહેરના 890, મંગલેશ્વરનાં 27, નિકારાનાં 137, શુકલતિર્થના 56. કડોદનાં 32, તવરાના 160, સરફુદ્દીનનાં 157, ધંતુરિયાના 32, બોરભાઠા બેટનાં 58, જુના હરીપુરાનાં 34, કાંસીયા 49, છાપરાનાં 56, સક્કરપોર-ખાલપિયાનાં 72 સહિતાાં વિવિધ ગામોના લોકોનો સમાવેશ થાય છે. NDRFની બે ટીમને સ્ટેન્ડબાય રખાય છે. ઝઘડીયા, ભરૂચ અને અંક્લેશ્વરના 38 ગામોને એલર્ટ કરાયા છે. નદીકાંઠા વિસ્તારમાં લોકો ફરકે નહીં તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.

નદીકાંઠે કોવિડનાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે કોવિડ સ્મશાન ગૃહ બનાવાયુ છે. નદીના પાણી કોવિડ સ્મશાનમાં ઘુસી ગયા છે. આ વચ્ચે જ કોરોના દર્દીનો મૃતદેહ આવતા જીવનાં જોખમે નદીના પ્રવાહમાંથી સ્મશાન સુધી લઈ જઈ તેના અંતિમ સંસ્કાર કરાયા હતાં. આજે સવારે એમ્બ્યુલન્સ સ્મશાન સુધી પહોંચી ગઈ હતી, જ્યારે ત્રણ વાગ્યાના અરસામાં નર્મદાનું લેવલ વધતાં કમ્મર સુધીના પાણીમાં સ્વયંસેવકોએ પીપીઈ કીટ પેહરી પાણીના વહેણમાં કોરોના મુતકને સ્મશાન ગૃહ સુધી લઇ જવો પડ્યો હતો.