બેદરકાર@મહેસાણાઃ કચેરીઓમાં એકઠી થતી ભીડથી કોરોનાને ખુલ્લુ આમંત્રણ!

અટલ સમાચાર.મહેસાણા કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ છે તેનું સરકારી કચેરીમાં જ ઉલ્લંઘન થતુ જોવા મળે છે. મહેસાણાની મામલતદાર કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સીગનો અભાવ જોવા મળતા કોરોના સંક્રમણ ફેલાય તેવો ભય સતાવી રહ્યો છે. બુધવારે મામલતદાર કચેરીમાં એનએસએફએ ફોર્મ ભરવા માટે અરજદારો પડાપડી કરી રહ્યા હતા. જેમાં સામાજિક અંતરનો અભાવ
 
બેદરકાર@મહેસાણાઃ કચેરીઓમાં એકઠી થતી ભીડથી કોરોનાને ખુલ્લુ આમંત્રણ!

અટલ સમાચાર.મહેસાણા

કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ છે તેનું સરકારી કચેરીમાં જ ઉલ્લંઘન થતુ જોવા મળે છે. મહેસાણાની મામલતદાર કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સીગનો અભાવ જોવા મળતા કોરોના સંક્રમણ ફેલાય તેવો ભય સતાવી રહ્યો છે. બુધવારે મામલતદાર કચેરીમાં એનએસએફએ ફોર્મ ભરવા માટે અરજદારો પડાપડી કરી રહ્યા હતા. જેમાં સામાજિક અંતરનો અભાવ જોવા મળતા કોરોનાનો ચેપ ફેલાય તેવી શક્યતાઓ વધી જતી જોવા મળી હતી. રાશનકાર્ડ કઢાવવા માટે અહી અરજદારો મોટીસંખ્યામાં ઉમટયા હતા જો કે તેમણે સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શીકાનો સદંતર ઉલ્લંઘન કરી કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમ છતાં પણ ભીડ ઓછી થાય તેની વ્યવસ્થા કરવાને બદલે સરકારી અધિકારીઓ દ્વારા આખઆડા કાન કરવામાં આવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લામાં કોરોનાના અત્યાર સુધી 300થી વધુ કેસો નોધાઇ ચુક્યા છે. અત્યારે 206 લોકો સાજા થતા રજા અપાઇ છે. જો કે 65 જેટલા કેસો હજુ પણ એક્ટીવ છે. મહેસાણા શહેરની વાત કરીએ તો કોરોનાના કેસોમાં છેલ્લા એક સપ્તાહમાં કુદકેને ભુસકે વધારો થઇ રહ્યો છે. સરકાર દ્વારા કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે ભીડ એકઠી ન થાય, લોકો બજારમાં નીકળે ત્યારે માસ્ક પહેરીવું ફરજીયાત કરાયુ છે આ તમામ માર્ગદર્શિકાનું પાલન યોગ્ય રીતે ન થતુ હોવાથી કોરોના વાયરસ ફેલાવાની શક્યતાઓ વધી જાય છે.

મહેસાણા શહેરમાં અનેક કચેરીઓમાં જ સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું અમલીકરણ કરાવવામાં તંત્રના અધિકારીઓ ઉણા ઉતર્યા છે. મામલતદાર કચેરીમાં બુધવારે આવા જ બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. રાશનકાર્ડ કઢાવવા માટે અહી જુદાજુદા ગામડાઓમાંથી આવેલા અરજદારોની લાઇનો લાગેલી જોવા મળી હતી. તેમજ મોટા ભાગના અરજદારોએ માસ્ક પણ પહેર્યા ન હતા. ભીડ પણ એકઠી થતા કોરોના માર્ગદર્શિકાનું ઉલ્લંખન સરકારી કચેરીઓમાં જ થતુ જોવા મળી રહ્યુ છે. એકાદ કોરાના સંક્રમિત વ્યક્તિ જો ભીડમાં હોય તો તેનો ચેપ ભીડમાં પ્રસરે તો તાલુકાના અનેક ગામડાઓમાં સંક્રમણ ફેલાવાનો ભય જોવા મળતો હતો.

મામલતદાર કચેરીના જવાબદાર અધિકારીઓની બેદરકારીને કારણે શહેર તેમજ તાલુકામાં આવનારા દિવસોમાં કોરોનાના કેસો વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં કચેરીમા આવતા અરજદારોની ભીડ એકઠી ન થાય અને અરજદારોનો સમય પણ ન બગડે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી અનેક અરજદારોની માંગણી રહી હતી.