ક્રુરતાઃ પુત્ર મને પ્રેમ કરતો નથી તેમ કહી ફુટબોલર પિતાએ હત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક તુર્કીના અધિકારીઓએ પૂર્વ ફુટબોલર કેવહેર ટોકટાસની ધરપકડ કરી છે જેણે કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણની સારવાર કરાવી રહેલા પોતાના પાંચ વર્ષીય દીકરાની હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે. કેવહેર ટોકટાસ જાતે પોલીસને હવાલે થઈ ગયો હતો. તેણે કબૂલ્યું કે, 4 મેના રોજ તેણે પોતાના દીકરાની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. બાળક કોરોનાના
 
ક્રુરતાઃ પુત્ર મને પ્રેમ કરતો નથી તેમ કહી ફુટબોલર પિતાએ હત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક

તુર્કીના અધિકારીઓએ પૂર્વ ફુટબોલર કેવહેર ટોકટાસની ધરપકડ કરી છે જેણે કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણની સારવાર કરાવી રહેલા પોતાના પાંચ વર્ષીય દીકરાની હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે. કેવહેર ટોકટાસ જાતે પોલીસને હવાલે થઈ ગયો હતો. તેણે કબૂલ્યું કે, 4 મેના રોજ તેણે પોતાના દીકરાની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. બાળક કોરોનાના ટેસ્ટિંગમાં નેગેટિવ હોવાનું સામે આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ફુટબોલરે કહ્યું કે, તેણે દીકરાની એટલા માટે હત્યા કરી કારણ કે તે તેને પ્રેમ નહોતો કરતો. બાળકને ઉધરસ અને તાવની ફરિયાદ બાદ 23 એપ્રિલે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. તે પોતાના પિતા સાથે આઇસોલેશનમાં રહેતો હતો. સ્થાનિક ન્યૂઝ મીડિયા મુજબ, ટોકગાસ જે હાલમાં લીગ ટીમ બર્સા યિલ્ડિરિમ્પોસ્પરની સોથ રમે છે, તેણે પોલીસને જણાવ્યું કે તેણે પોતાના દીકરાનું ગળું દબાવીને હત્યા કરી દીધી. હત્યા કરવા પાછળ તેણે કારણ જણાવ્યું  કે તે તેને પ્રેમ નહોતો કરતો. દીકરાની હત્યાના 11 દિવસ બાદ પ્રશ્ચાતાપ થતાં તેણે પોતાની જાતને પોલીસને હવાલે કરી દીધી.

નોંધનીય છે કે, વર્ષ 2007થી 2009ની વચ્ચે ટોકટાસ હૈક્સેટેપ્સે સૉકર લીગ માટે રમ્યો હતો. તેણે થોડા સમય માટે ટર્કિશ ટૉપ ટિયર લીગમાં પણ હિસ્સો લીધો હતો.