આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

જિગ્નેશે પ્રેમની પરીભાષાને રાજકીય રંગ આપતાં માતા-પિતાને ગંભીર રીતે વિચારવાની નોબત આવી છે

ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ફેસબુક મારફત પ્રેમી યુગલ માટે પોસ્ટ કરતા સંસ્કૃતિ સામે સવાલો ઉભા થયા છે. વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રેમી યુગલોને ગમે ત્યાં ભરપુર પ્રેમ કરી લગ્ન કરી આપવાની ઓફર કરી છે. જેનાથી નવયુવા-યુવતિઓના માતા-પિતાને આઘાત લાગે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. શિક્ષણ, આરોગ્ય, રોજગારી જેવા પાયાના મુદ્દાઓ બાજુ પર રાખી યુવાનોને પ્રેમ તરફ વાળવાની પોસ્ટ કરતા માતા-પિતા માટે દર્દનાક વાતાવરણની ભીતિ ઉભી થઈ છે.

 

marutinadan restorant

દલિત આગેવાન અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રેમી યુગલનો મુદ્દો ઉઠાવી રાજકીય વજુદ વધારવા દાવ ખેલ્યો હોવાનું સામે આવ્યું છે. પોતાના ફેસબુક એકાઉન્ટમાં પ્રેમી યુગલોને ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તેની સાથે ભરપુર પ્રેમ કરવાની સલાહ આપી લગ્ન કરાવી આપવા સુધીની વાત કહી છે. જેનાથી શિક્ષણની ઉંમરમાં રચ્યાપચ્યા નવયુવાનોની માનસિકતા ભટકાઈ જવાનો ભય ઉભો થયો છે. આવી સ્થિતિમાં મુંઝવણમાં રહેતા પ્રેમીઓના માતા-પિતાનાં દર્દમાં વધારો થયો છે.

સંસ્કારની વાત કરે ધારાસભ્ય જિગ્નેશઃ રામાજી ઠાકોર (ઠાકોર સેના)

પ્રેમી યુગલો માટેની ઓફર સામે ખેરાલુ વિધાનસભાના ઉમેદવાર અને ઠાકોર સેનાના આગેવાન રામાજી ઠાકોરે જણાવ્યું હતું કે, શિક્ષણ અને રોજગારીની વાતને બદલે આવી વાહિયાત વાતો કરવી યોગ્ય નથી. જિગ્નેશ મેવાણી અતિશય આત્મવિશ્વાસમાં આવી ગયો છે. હકીકતે સંસ્કારની વાત કરવાને બદલે અન્ય મુદ્દા ઉછાળવા યોગ્ય નથી.

જિગ્નેશ મેવાણીએ ફેસબુક પર કરેલી પોસ્ટનો ભાવાર્થ

 

Jignesh Mewani

આંતરજ્ઞાતીય લગ્ન માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સંપર્ક કરો. આખા ગુજરાતમાં કોઈપણ ખૂણે અમે ઊભા રહીને લગ્ન કરાવીશું. વકીલનો બધો ખર્ચ પણ અમે ભોગવીશું. ઈન્ટર કાસ્ટ મેરેજ વગર ના જાતિ નિર્મૂલન થઈ શકે છે કે જાતિ નિર્મૂલન વગર નવા ભારતનું નિર્માણ. પ્રેમ કરો, ભરપૂર કરો, વારંવાર કરો, ઈચ્છો તેને, ઈચ્છા ત્યાં, ઈચ્છો એટલો કરો. ઈન્ટર કાસ્ટ લગ્ન કરનાર પર જેટલા હુમલા થાય, એટલી જ તાકાતથી પ્યાર ઈશ્ક મહોબ્બત જિંદાબાદના નારા લગાવો. વકીલાત છોડી દીધી છે પરંતુ આ મામલે હું જાતે આવીને ઊભો રહીશ.

15 થી 30 વર્ષના યુવક-યુવતિઓની માનસિકતા ભટકાઈ શકે

જિગ્નેશ મેવાણીની પોસ્ટથી સૌથી વધુ અસર 15 થી 30 વર્ષના યુવક-યુવતિઓ ઉપર થઈ શકે છે. આ ઉંમરે પ્રેમ તરફ યુવાઓનુ આકર્ષણ વધતુ હોવાથી ભણતર કે નોકરી, ધંધા તરફથી ધ્યાન ભટકાઈને આકર્ષણવાળા પ્રેમમાં દોરવાઈ શકે છે. જેનાથી પ્રેમ પછીની પરિસ્થિતિ અત્યંત નાજુક હોવાથી અનેકવાર ગંભીર ઘટનાઓ બનતી હોય છે. ઉલ્લેખનીય છે કે, જિગ્નેશે પ્રેમની પરીભાષાને રાજકીય રંગ આપતાં માતા-પિતાને ગંભીર રીતે વિચારવાની નોબત આવી છે.

જિગ્નેશની પોસ્ટ સામે ઉભા થતા ગંભીર સવાલો

(1) શું પ્રેમીઓના દરેક માતા-પિતા આવી બાબતથી સંમત થશે?
(2) શું ઈન્ટરકાસ્ટ લગ્ન માટે કોઈપણ માતા-પિતા દુઃખી નથી?
(3) શું શાળા-કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના માતા-પિતાને ચિંતા વધશે?
(4) શું ભારતીય સંસ્કૃતિ આવા વિચારોને પ્રોત્સાહન આપે છે?

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code