વિચિત્ર@દિયોદર: ભય ફેલાવવા કોરોનાનો ખોટો વિડીયો બનાવ્યો, થઈ કાર્યવાહી

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) દિયોદર પંથકમાં કોરોના વાયરસની સામે કાળજી લેવા દરમ્યાન વિચિત્ર ઘટના બની છે. પોતાને કોરોના પોઝીટીવ હોવાનો ખોટો વિડીયો બનાવી ઈસમે સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. રહીશોમાં ભય ઉભો કરવાની આ ટિખળ હોઇ કાયદેસરની કાર્યવાહી થઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ દિયોદર પોલીસે ઈસમ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. અટલ સમાચાર
 
વિચિત્ર@દિયોદર: ભય ફેલાવવા કોરોનાનો ખોટો વિડીયો બનાવ્યો, થઈ કાર્યવાહી

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

દિયોદર પંથકમાં કોરોના વાયરસની સામે કાળજી લેવા દરમ્યાન વિચિત્ર ઘટના બની છે. પોતાને કોરોના પોઝીટીવ હોવાનો ખોટો વિડીયો બનાવી ઈસમે સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. રહીશોમાં ભય ઉભો કરવાની આ ટિખળ હોઇ કાયદેસરની કાર્યવાહી થઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ દિયોદર પોલીસે ઈસમ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કુંવાતા ગામે રહેતા વિષ્ણુ વાલાભાઇ પ્રજાપતિ નામના વ્યક્તિએ ચોંકાવનારી હરકત કરી છે. કોરોના પોઝીટીવનો ટેસ્ટ ન હોવાં છતાં ટીકટોક વિડીયો બનાવ્યો હતો. જેમાં પોતાને કોરોના થયો હોવાનું બતાવી જનમાનસમાં ભય અને ફફડાટનું વાતાવરણ ઉભું કર્યું હતું. આથી રહીશો ટીકટોક વિડીયો જોઈ કોરોના ગામમાં ઘૂસી ગયો હોવાનું સમજી ચોંકી ગયા હતા. સમગ્ર મામલે દિયોદર પોલીસને જાણ થતાં તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, દિયોદર પોલીસે વિષ્ણુ પ્રજાપતિ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવી ભય ઉભો કરવા બદલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં કોરોના પોઝીટીવ ન હોવાં છતાં ખોટો વિડીયો બનાવ્યાનો આ સૌપ્રથમ કેસ સામે આવ્યો છે. જેને લઇ સોશ્યલ મીડિયામાં ભારે ચર્ચા બની છે.