આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ,સૂઇગામ ( રામજી રાયગોર, દશરથ ઠાકોર )

કાંકરેજ તાલુકામાં ખેડુત સાથે દુર્ઘટના સમાન ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જમીનમાં કપાસનું વાવેતર કર્યા બાદ છોડને જીંડવા આવ્યા નથી. કેડ સમાન થયો છતાં ફુલ પણ નહિ આવતાં ખેડુત મુંઝવણમાં મુકાયા હતા. કંટાળીને આખરે ઉભા કપાસને નાશ કરવો પડ્યો છે. ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દુવ્રાસણ ગામના ખેડુત કંતુભા હરિસિંહ વાઘેલાના ખેતરમાં અજીબ સ્થિતિ બની હતી. સરેરાશ છ વિઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યા બાદ છોડવો કેડ સુધી આવી ગયો હતો. ત્યાં સુધી કપાસના છોડને જીંડવા કે ફુલ સુધ્ધાં આવ્યા નહોતા.

ક્યાંય સુધી છોડવાને જીંડવા આવશે તેની રાહ જોઈ ખેડૂત કંટાળી જઈ આશ્ચર્યમાં પડી ગયા હતા. સમય વીતી જવા છતાં કોઇ આશા નહિ જણાતા છે વિઘા જમીનમાં કેડ સમો ઉભો કપાસ નાશ કરી દીધો છે. કપાસ ઉપર ટ્રેક્ટર ફેરવી છોડનો નાશ કરી નવીન વાવેતર કરવાની નોબત આવી છે.

શું કહે છે ખેડૂત ?

સમગ્ર મામલે દુવ્રાસણના ખેડુત કંતુભાએ જણાવ્યું હતું કે, સંભવતઃ બિયારણ ખરાબ હોઇ કપાસને જીંડવા આવ્યા નથી. આથી નાશ કરીને એરંડાનુ વાવેતર કરશું.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code