વિચિત્ર@શંખેશ્વર: ગામલોકોને હેરાન કરવા બોરનો કેબલ કાપ્યો, 15 દિવસથી દોડધામ

અટલ સમાચાર, શંખેશ્વર (ભાવેશ જોશી) શંખેશ્વર પંથકના ગામે ગંભીર અને વિચિત્ર ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ગામલોકોને હેરાન કરવા કોઇ ઈસમે પાણીના બોરનો કેબલ કાપી દીધો હતો. જેનાથી છેલ્લા 15 દિવસથી ગામમાં ચકચાર મચી જવા સાથે પંચાયતમાં દોડધામ બની છે. શંખેશ્વરથી દસાડા તરફ જતાં હાઈવે પર પાનવા નામે ગામ આવેલું છે. ગામમાં પીવા માટે
 
વિચિત્ર@શંખેશ્વર: ગામલોકોને હેરાન કરવા બોરનો કેબલ કાપ્યો, 15 દિવસથી દોડધામ

અટલ સમાચાર, શંખેશ્વર (ભાવેશ જોશી)

શંખેશ્વર પંથકના ગામે ગંભીર અને વિચિત્ર ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ગામલોકોને હેરાન કરવા કોઇ ઈસમે પાણીના બોરનો કેબલ કાપી દીધો હતો. જેનાથી છેલ્લા 15 દિવસથી ગામમાં ચકચાર મચી જવા સાથે પંચાયતમાં દોડધામ બની છે.

વિચિત્ર@શંખેશ્વર: ગામલોકોને હેરાન કરવા બોરનો કેબલ કાપ્યો, 15 દિવસથી દોડધામ
advertise

શંખેશ્વરથી દસાડા તરફ જતાં હાઈવે પર પાનવા નામે ગામ આવેલું છે. ગામમાં પીવા માટે ખાસ અંગભુત યોજના હેઠળ બોર બનાવેલો છે. જેમાં કેટલાક દિવસો અગાઉ કોઇ ઈસમ બોરનો કેબલ કાપી ચાર ફુટનો કટકો ઉઠાવી ગયો છે. જેનાથી બોર હેઠળના ગામના પરિવારો પરેશાન થયા છે. પીવાના બોર બંધ કરવા કેબલ કાપ્યો હોવાનું સામે આવતા મામલો પાટડી તાલુકા પંચાયત સુધી પહોંચી ગયો છે.

વિચિત્ર@શંખેશ્વર: ગામલોકોને હેરાન કરવા બોરનો કેબલ કાપ્યો, 15 દિવસથી દોડધામ

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગામમાં અગાઉથી જ પીવાના પાણીના બે બોર છે. જેમાં ખાસ અંગભુત યોજનાનો બોર 15 દિવસથી બંધ થતાં રહીશોએ ફરિયાદ દાખલ કરાવવા માંગ કરી હતી. કેબલ કાપનાર ઈસમ શોધવા ગામમાં ચર્ચા જામી છે. જોકે તંત્રએ યુધ્ધના ધોરણે બોર ચાલુ કરાવવા મથામણ આદરી છે.

પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા છે – તલાટી

સમગ્ર મામલે પાનવા ગ્રામ પંચાયતના તલાટીએ જણાવ્યું હતું કે, પાણી પુરવઠા એકમને સાથે રહી ઝડપથી બોર ચાલુ કરવા પ્રયત્નશીલ છીએ. હવે ગણતરીના કલાકોમાં ફરીથી બોર ચાલુ થઈ જશે.