રાધનપુર: લાંચિયા ઈજનેર 14 દિવસથી જેલમાં, બીજીવાર મૂકી જામીન અરજી

અટલ સમાચાર, મહેસાણા રાધનપુર નગરપાલિકના લાંચિયા ઈજનેર એસીબીમા ઝડપાયા બાદ સતત 14 દિવસથી જેલવાસ ભોગવી રહ્યા છે. એકવાર નામંજૂર થયા બાદ બીજીવાર જામીન અરજી મૂકી છે. કેસની ગંભીરતા જોતાં ઈજનેર રણછોડ ગજ્જરનો જેલવાસ વધી શકે તેમ છે. રાધનપુર પાલિકામાં એસીબીની રેડ બાદનો ઘટનાક્રમ ભષ્ટ્રાચારીઓ અને લાંચિયા અધિકારીઓ માટે ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. ટાઉન પ્લાનર
 
રાધનપુર: લાંચિયા ઈજનેર 14 દિવસથી જેલમાં, બીજીવાર મૂકી જામીન અરજી

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર નગરપાલિકના લાંચિયા ઈજનેર એસીબીમા ઝડપાયા બાદ સતત 14 દિવસથી જેલવાસ ભોગવી રહ્યા છે. એકવાર નામંજૂર થયા બાદ બીજીવાર જામીન અરજી મૂકી છે. કેસની ગંભીરતા જોતાં ઈજનેર રણછોડ ગજ્જરનો જેલવાસ વધી શકે તેમ છે.

રાધનપુર પાલિકામાં એસીબીની રેડ બાદનો ઘટનાક્રમ ભષ્ટ્રાચારીઓ અને લાંચિયા અધિકારીઓ માટે ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. ટાઉન પ્લાનર રણછોડ ગજ્જર લાંચ લેતા ઝડપાઇ ગયા બાદ છેલ્લા 336 કલાકથી એટલે કે 14 દિવસથી જેલમા છે.રાધનપુર: લાંચિયા ઈજનેર 14 દિવસથી જેલમાં, બીજીવાર મૂકી જામીન અરજીઅગાઉ પાટણ કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર થયા બાદ બીજીવાર હાઇકોર્ટમાં આપી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટણ નજીક સુજનીપુર જેલમાં બંધ ઇજનેરની બીજી જામીન અરજી નામંજૂર થાય તો ખરાબ તબિયતમાં જેલવાસ ભયંકર સાબિત થઈ શકે છે.