આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષકોની બદલીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનાં આક્ષેપ સાથે શિક્ષણ બચાવો સમિતિના બેનર હેઠળ રજૂઆત થતાં હડકંપ મચી ગયો છે. કેટલાક યુવકોએ ગુરુવારે બપોરે પાટણ જિલ્લા પંચાયત ખાતે સૂત્રોચ્ચાર બાદ રજૂઆત કરી હતી. જ્યાં DPEO અને યુવાનો વચ્ચે ઘર્ષણને પગલે હોબાળો મચી ગયો હતો.

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બાબુભાઈ ચૌધરી શિક્ષકોની બદલીમાં ભષ્ટ્રાચાર આચરતા હોવાની બૂમરાણ ઊભી થઈ છે. ગુરુવારે અચાનક શિક્ષણ બચાવો સમિતિના નેજા હેઠળ કેટલાક યુવકો જિલ્લા પંચાયત દોડી ગયા હતા. જ્યાં ભષ્ટ્રાચારના આક્ષેપ સાથે સુત્રોચ્ચાર કરતાં શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે. યુવકોએ સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવા જતાં ડીપીઈઓ અને શિક્ષણ બચાવો સમિતિના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં હોબાળો મચી ગયો હતો.

જેમાં સૂત્રોચ્ચાર કરવા બાબતે અધિકારીએ રજૂઆતકારોને તતડાવી નાખતાં યુવકો રોષે ભરાયાં હતા. DPEO પોતાના બે એજન્ટો મારફતે ભ્રષ્ટાચાર કરતાં હોવાના આક્ષેપો કર્યા હતા. સમિતિના સભ્યોએ આખરે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખને આવેદનપત્ર આપ્યું હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code